<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

સિનેમાના પડદે જાદુઈ સૃષ્ટિ સર્જનાર પોરબંદરના ‘નાનાભાઈ ભટ્ટ'

મહેશભટ્ટના પિતા અને આલિયા ભટ્ટના દાદા નાનાભાઈ ભટ્ટ ખરા અર્થમાં ભારતીય સિનેમાના ‘એન્‍ટરટેઈનર પાયોનિયર' હતા. નાનાભાઇએ આગળ જતા બટુક ભટ્ટ નામનો ઉપયોગ કરીને ‘સ્‍ક્રિપ્‍ટો અને વાર્તાઓ' લખી હતી. તેમણે પોતાની પ્રોડક્‍શન કંપની ‘દીપક પિક્‍ચસ' ના બેનર હેઠળ એવી ફિલ્‍મો બનાવી જેણે એ જમાનામાં ટિકિટ બારી પર ધૂમ મચાવી દીધી હતી. તેઓ પોતાની અદભુત કોઠાસૂઝ અને કેમેરા ટ્રિક્‍સ દ્વારા પડદા પર જાદુઈ ચિરાગ, ઉડતા ઘોડા અને ચમત્‍કારો સર્જતા જેને જોઈને દર્શકો આભા બની જતા. તેમની પહેલી ફિલ્‍મ મુકાબલા (૧૯૪૨), ભારતીય સિનેમામાં ડબલ-રોલ અથવા ‘જોડિયા' ઘટના દર્શાવતી પહેલી ફિલ્‍મ હતી. તેમણે ૭૦ થી વધુ હિન્‍દી અને ગુજરાતી

નિર્માતા રામ કમલાની સાથે

અશોકકુમાર અને નાનાભાઇ

નાનાભાઇ -શિવાની ભટ્ટ

આજે જ્‍યારે બોલિવૂડમાં ‘ભટ્ટ કેમ્‍પ' (મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને આલિયા ભટ્ટ)નું નામ ખૂબ આદર અને દબદબા સાથે લેવાય છે ત્‍યારે આ ભવ્‍ય વિરાસતના મૂળિયાં જ્‍યાં રોપાયા હતા તે મહાન વ્‍યક્‍તિત્‍વ એટલે નાનાભાઈ ભટ્ટ. હિન્‍દી અને ગુજરાતી ચલચિત્ર જગતમાં ૧૯૪૦ થી ૧૯૬૦ ના દાયકા દરમિયાન ૧૦૦ કરતાં પણ વધુ ફિલ્‍મોનું સર્જન કરનારા નાનાભાઈ ભટ્ટ ખરા અર્થમાં ભારતીય સિનેમાના ‘એન્‍ટરટેઈનર પાયોનિયર' હતા. ૧૨ જૂન ૧૯૧૫ના રોજ સુદામાપુરી પોરબંદરમાં જન્‍મેલા યશવંત ભટ્ટ પાછળથી ફિલ્‍મ જગતમાં ‘નાનાભાઈ ભટ્ટ' તરીકે અમર થઈ ગયા. ગુજરાતની ધરતી પરથી વાર્તાઓ અને કલાના સંસ્‍કારો લઈને તેઓ મુંબઈ પહોંચ્‍યા હતા. એ જમાનો એવો હતો જ્‍યારે સિનેમા હજુ પાપા પગલી પાડી રહ્યું હતું અને સંસાધનો ખૂબ મર્યાદિત હતા. આવા દોરમાં નાનાભાઈએ દર્શકોની નસ પારખીને મનોરંજન પીરસવાનું શરૂ કર્યું. નાનાભાઈ ભટ્ટ માત્ર ફિલ્‍મ નિર્દેશક નહોતા તેઓ દર્શકોના સપનાઓને પડદા પર સાકાર કરનારા જાદુગર હતા. તેમણે પોતાની પ્રોડક્‍શન કંપની ‘દીપક પિક્‍ચર્સ'  ના બેનર હેઠળ એવી ફિલ્‍મો બનાવી જેણે એ જમાનામાં ટિકિટ બારી પર ધૂમ મચાવી દીધી હતી.‘ અલાદ્દીન એન્‍ડ ધ વન્‍ડરફુલ લેમ્‍પ', ‘સિંદબાદ જહાજી' અને ‘હાતિમતાઇ' જેવી ફિલ્‍મો દ્વારા તેમણે ભારતીય દર્શકોને હોલીવુડ જેવો જ રોમાંચ આપ્‍યો. આજની જેમ ત્‍યારે કોમ્‍પ્‍યુટર ગ્રાફિક્‍સ નહોતા. નાનાભાઈ પોતાની અદભુત કોઠાસૂઝ અને કેમેરા ટ્રિક્‍સ દ્વારા પડદા પર જાદુઈ ચિરાગ, ઉડતા ઘોડા અને ચમત્‍કારો સર્જતા જેને જોઈને દર્શકો આભા બની જતા. નાનાભાઈ ભટ્ટે મિસ્‍ટર એક્‍સ (૧૯૫૭), ઝિમ્‍બો કમ્‍સ ટુ ટાઉન (૧૯૬૦), લાલ કિલા (૧૯૬૦) અને નિરૂપા રોય અને અશોક કુમાર અભિનીત બ્‍લોકબસ્‍ટર કંગન (૧૯૫૯) જેવી બ્‍લોક બસ્‍ટર ફિલ્‍મો આપી. તેમની પહેલી ફિલ્‍મ મુકાબલા (૧૯૪૨), ભારતીય સિનેમામાં ડબલ-રોલ અથવા ‘જોડિયા' ઘટના દર્શાવતી પહેલી ફિલ્‍મ હતી. જેમાં મુખ્‍ય અભિનેત્રી ફિયરલેસ નાદિયાએ સારી બહેન અને ગેંગસ્‍ટરના મોલ વચ્‍ચે વારાફરતી ભૂમિકા ભજવી હતી. આ સૂત્ર પાછળથી અસંખ્‍ય હિન્‍દી ફિલ્‍મોમાં અનુકરણ કરવામાં આવ્‍યું હતું. નાનાભાઇ ભટ્ટ મૂળ બ્રિટિશ ભારતના પોરબંદરમાં એક નાગર બ્રાહ્મણ પરિવારમાંથી આવતા હતા. તેમણે પ્રકાશ પિકચર્સ સાથે સાઉન્‍ડ રેકોર્ડિસ્‍ટ તરીકે ફિલ્‍મોમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમના ભાઈ બળવંત ભટ્ટ હેઠળ કામ કર્યું હતું. નાનાભાઇએ આગળ જતા બટુક ભટ્ટ નામનો ઉપયોગ કરીને ‘સ્‍ક્રિપ્‍ટો અને વાર્તાઓ' લખી હતી.

 તેમણે બસંત પિક્‍ચર્સમાં હોમી વાડિયાની ટીમમાં જોડાયા પછી દિગ્‍દર્શન ક્ષેત્રે કામ શરૂ કર્યું. બાબુભાઈ મિષાી સાથે બે ફિલ્‍મો, મુકાબલા (૧૯૪૨) અને મૌજ (૧૯૪૩) નું સહ-દિગ્‍દર્શન કર્યું . તેમણે બટુક ભટ્ટ, હોમી વાડિયાની હન્‍ટરવાલી કી બેટી (૧૯૪૩) અને લિબર્ટી પિક્‍ચર્સ સુધીર (૧૯૪૯) જેવી બે ફિલ્‍મોનું દિગ્‍દર્શન કર્યું. ૧૯૪૬માં બસંત પિક્‍ચર્સ છોડી દીધી અને પોતાની પ્રોડક્‍શન કંપની ‘દીપક પિક્‍ચર્સ' શરૂ કરી. દાયકાઓ કામ કર્યા બાદ ભટ્ટ એક સફળ ફિલ્‍મ નિર્માતા બન્‍યા. ખાસ કરીને પૌરાણિક અને કાલ્‍પનિક શૈલીઓમાં તેમના કામ માટે જાણીતા હતા. તેમણે ૭૦ થી વધુ હિન્‍દી અને ગુજરાતી ફિલ્‍મોનું નિર્દેશન કર્યું જેમાંથી ઘણી ધાર્મિક અને શૌર્યપૂર્ણ થીમ્‍સ ધરાવતી હતી. તેમની કેટલીક સૌથી નોંધપાત્ર ફિલ્‍મોમાં અલીબાબા ઔર ચાલીસ ચોર (૧૯૫૪), ઝિમ્‍બો (૧૯૫૮) અને લાલ કિલ્લા (૧૯૬૦)નો સમાવેશ થાય છે.

નાનાભાઇ એ ભટ્ટ પરિવારના વડા હતા. તેઓ ૧૯૩૯ થી શિયા મુસ્‍લિમ અભિનેત્રી શિરીન મોહમ્‍મદ અલી સાથે સંબંધમાં હતા. આ દંપતીને છ બાળકો હતા - શીલા ભટ્ટ, પૂર્ણિમા ભસીન, કુમકુમ સાયગલ, મહેશ ભટ્ટ, હીના સુરી અને મુકેશ ભટ્ટ થયા હતા. બાદમાં નાનાભાઈએ હેમલતા ભટ્ટ સાથે લગ્ન કર્યા જેમની સાથે તેમને ત્રણ બાળકો હતા - રોબિન ભટ્ટ, પરમેશ ભટ્ટ અને મમતા ભટ્ટ. તેમના બંને સંબંધમાં તેમને પાંચ પુત્રીઓ અને ચાર પુત્રો થયા. કહેવાય છે કે, માત્ર ફેન્‍ટસી જ નહીં તેમણે ‘કંગાલ', ઘર સંસાર જેવી સામાજિક વિષયો પર આધારિત ફિલ્‍મો પણ આપી જે મધ્‍યમ વર્ગના પરિવારોમાં ખૂબ લોકપ્રિય થઈ હતી. પોતાની પ્રોડક્‍શન કંપની‘દીપક પિકચર્સ' ના બેનર હેઠળ તેમણે સિનેમામાં સ્‍પેશિયલ ઇફેક્‍ટ્‍સ (ટ્રિક સીન) નો અદભુત પ્રયોગ કર્યો. એ જમાનામાં ટેકનોલોજી મર્યાદિત હોવા છતાં તેઓ પોતાની કોઠાસૂઝથી પડદા પર ચમત્‍કારો અને જાદુઈ દ્રશ્‍યો ખૂબ જ આબેહૂબ રીતે રજૂ કરતા હતા.

૨૪ એપ્રિલ ૧૯૯૯ના રોજ નાનાભાઈએ દુનિયાને અલવિદા કહ્યું પરંતુ તેઓ ભારતીય સિનેમાને એક એવી પેઢી સોંપી ગયા જે આજે પણ ફિલ્‍મ ઉદ્યોગનું નેતળત્‍વ કરે છે. 

બોલિવૂડના જાણીતા દિગ્‍દર્શક મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટના તેઓ પિતા થાય અને આજની સુપરસ્‍ટાર અભિનેત્રી આલિયા ભટ્ટ તેમજ પૂજા ભટ્ટના તેઓ દાદા થાય. આજે જ્‍યારે ભારતીય સિનેમા ટેકનોલોજીના શિખરે છે ત્‍યારે નાનાભાઈ ભટ્ટ જેવા દિગ્‍ગજ સ્‍વપ્નદ્રષ્ટાને યાદ કરવા જ પડે જેમણે સાધનો વગર પણ માત્ર પોતાના ઉત્‍સાહ અને કલ્‍પનાશક્‍તિના જોરે સિનેમાનો સુવર્ણકાળ રચી બતાવ્‍યો. નાનાભાઈ ભટ્ટ માત્ર એક ફિલ્‍મ નિર્માતા કે દિગ્‍દર્શક નહોતા, તેઓ એક એવા સર્જક હતા જેમણે ગુજરાતી સંવેદના અને ભારતીય કથાઓને હિન્‍દી સિનેમાના પડદા પર સ્‍થાન અપાવ્‍યું. તેમનું નામ ભારતીય ફિલ્‍મ ઇતિહાસમાં સન્‍માન સાથે લેવાય છે.

આલેખનઃ પ્રશાંત બક્ષી , રાજકોટ

મળત્‍યુ પછી પિતાએ માતાની માંગમાં સિંદૂર ભર્યુ હતું- મહેશ ભટ્ટ

મહેશ ભટ્ટે તે મુશ્‍કેલ સમયને યાદ કરતાં એક માધ્‍યમને ઇન્‍ટરવ્‍યુમાં કહેલું છે કે,  ‘‘જ્‍યારે ૧૯૯૮માં મારી માતાનું અવસાન થયું, ત્‍યારે તેમની છેલ્લી ઈચ્‍છા હતી કે તેમને તેમના ધર્મ અનુસાર દફનાવવામાં આવે. મારા પિતા તેમની પ્રથમ પત્‍ની સાથે અંતિમ સંસ્‍કાર માટે આવ્‍યા હતા ત્‍યારે તેમણે પહેલીવાર મારી માતાની માંગમાં સિંદૂર ભર્યું હતું. આ જોઈને હું આヘર્યચકિત રહી ગયો. હું માત્ર એ જ વિચારતો રહ્યો કે આ કામ કરવામાં તેમને ઘણું મોડુ થઈ ગયુ હતું. તે ઘટનાએ મને અંદરથી તોડી નાખ્‍યો. મારી માતા હંમેશા ઈચ્‍છતી હતી કે મારા પિતા તેમને બધાની સામે સ્‍વીકાર કરે, પરંતુ અફસોસ કે એવું થઈ શકયું નહીં. ઉલ્લેખનીય છે કે ૧૯૯૮માં આવેલી ફિલ્‍મ ઝખમ મહેશ ભટ્ટના બાળપણના જીવન પર આધારિત હતી જેમાં અભિનેત્રી પૂજા ભટ્ટ એ તેમની માતા પર આધારિત પાત્ર ભજવ્‍યું હતું.

પૌરાણિક કથાઓ અને ગુજરાતી સિનેમાનું ગૌરવ

સ્‍ટંટ ફિલ્‍મો ઉપરાંત નાનાભાઈ ભટ્ટે ભારતીય સંસ્‍કળતિના મૂળિયાંને પણ પડદા પર જીવંત રાખ્‍યા. ‘વીર ઘટોત્‍કચ‘,‘ઁરામ જન્‍મ‘,‘ભક્‍ત પ્રહલાદ'અને ‘સતી અનસૂયા' જેવી ધાર્મિક ફિલ્‍મો બનાવીને તેમણે સાબિત કર્યું કે તેમની પકડ દરેક પ્રકારના વિષયો પર મજબૂત છે. ગુજરાતી હોવાને નાતે તેમણે પ્રાદેશિક સિનેમામાં પણ અમૂલ્‍ય યોગદાન આપ્‍યું. આપણી લોકવાર્તાઓ અને પારિવારિક સંબંધોને વણી લેતી લોક-યિ ગુજરાતી ફિલ્‍મો આપીને તેમણે ગુજરાતના ખૂણે-ખૂણે સિનેમાને પહોંચાડવાનું કામ કર્યું હતું. નાનાભાઈ ભટ્ટની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ ખૂબ જ ઓછા બજેટમાં અને ઝડપથી શાનદાર ફિલ્‍મો બનાવી લેતા. ફિલ્‍મી દુનિયામાં એવું કહેવાતું કે નાનાભાઈ કયારેય ખોટનો સોદો નથી કરતા! નાનાભાઇ ભટ્ટે ૧૯૫૦ અને ૧૯૬૦ ના દાયકાના પૌરાણિક સિનેમાને આકાર આપવામાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી રામાયણ અને મહાભારત જેવા ભારતીય મહાકાવ્‍યોનીવાર્તાઓને ઓછા બજેટ છતાં વ્‍યાપકપણે સફળ ફિલ્‍મો દ્વારા લોકપ્રિય બનાવી હતી. તેઓ ગુજરાતી ફિલ્‍મ ઉદ્યોગમાં પણ એક મુખ્‍ય વ્‍યક્‍તિ હતા તેમણે ગજરા મારુ (૧૯૮૧) અને જયા પાર્વતી વ્રત (૧૯૮૨) જેવી અનેક ગુજરાતી ભાષાની ફિલ્‍મોનું દિગ્‍દર્શન કર્યું હતું જેને -પ્રાદેશિક દર્શકોમાં સફળતા મળી હતી. એક પ્રખર ગુજરાતી તરીકે નાનાભાઈ ભટ્ટે ગુજરાતી ચલચિત્ર જગતને સમળદ્ધ બનાવવામાં મોટો ફાળો આપ્‍યો હતો. તેમણે કેટલીક યાદગાર ગુજરાતી ફિલ્‍મોનું નિર્માણ અને દિગ્‍દર્શન કર્યું, જેમાં લોકકથાઓ અને સામાજિક પારિવારિક તાણાવાણા વણેલા હતા. તેમની ફિલ્‍મોએ ગુજરાતના ગ્રામીણ અને શહેરી બંને વર્ગના દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું.

 

(11:48 AM IST)