News of Tuesday, 16th June 2026
ધોરાજીમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે મકસુદ પકડાયો
ડ્રગ્સ નવાઝખાન પઠાણ પાસેથી લીધાની કબુલાતઃ ધોરાજી પોલીસ અને રૂરલ એસઓજીનો દરોડો

તસ્વીરમાં પકડાયેલ શખ્સ નજરે પડે છે
રાજકોટ તા. ૧૬ :.. ધોરાજીમાં રૂરલ એસઓજી તથા સીટી પોલીસે દરોડો પાડી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્ય, દ્વારા માદક પદાર્થને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતર નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રૂરલ એસઓજીએ તથા ધોરાજી પોલીસે મકસુદ સ.-ઓ. હારૂનશા શાહમદાર રહે. ધોરાજી, શેરાની રબારી કોલોની પાછળ, ગુલઝાર પાર્ક તા. ધોરાજી જી. રાજકોટ વાળો પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાક મકાનમાં માદક પદાર્થનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે રેઇડ કરી મજકુર ઇસમના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ મેફેડ્રોન (એમ. ડી.) ૩.૭પ૦ ગ્રામ કિ. ૧૧.૧૯૦ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી ધોરાજી સીટી પોલીસ સ્ટેશન ખાતે એન. ડી. પી. એસ. એકટ મુજબનો ગુન્હાો કરાવ્યો હતો. પકડાયેલ મકસુદે આ ડ્રગ્સ નવાઝખાન અબ્દુલ ખાલીખાન પઠાણ રહે. ધોરાજી લાખાપીર પાસેથી લીધો હોવાની કબુલાત આપી હતી. વોન્ટેડ આરોપી નવાઝખાન અમદાવાદમાં અગાઉ બે ગુન્હામાં પકડાઇ ચૂકયો છે.
આ કાર્યવાહી ધોરાજી સીટી પો. ઇ. બી. આર. પટેલ, એસ. ઓ. જી. શાખાના પો. ઇ. એફ. એ. પારગી, એસઓજી શાખાના પો. સ. ઇ. જી. જે. ઝાલા, પો. સ. ઇ. પી. બી. મિશ્રા, એ. એસ. આઇ. પરબતભાઇ શામળા, રૂપકબહાદુર બોહરા, ફિરોઝભાઇ બ્લોચ પો. હે. કો. ક્રિપાલસિંહ જાડેજા, વિજયભાઇ વેગડ, ચંદુભાઇ પલાળીયા, પો. કો. વિજયગીરી રસીકગીરી, ચીરાગભાઇ કોઠીવાર, રઘુભાઇ ત્રકટા, નિર્મળસિંહ ચુડાસમા, કલ્પેશભાઇ કોઠીવાર, વિપુલભાઇ ગોહીલ, પૃથ્વીરાજસિંહ ડોડીયા તથા ડ્રા. એ. એસ. આઇ અમુભાઇ વિરડા દ્વારા કરવામાં આવેલ છે
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
