તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
ભાવનગર-મહુવા-સોમનાથ નેશનલ હાઈવે પર ચાલકે કાબુ ગુમાવતા ઇનોવા કાર પલ્ટી : મોટા પાયે વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળ્યો
અકસ્માત એટલો જોરદાર હતો કે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા:પોલીસે દારૂનો આશરે ₹78,000 નો જથ્થો અને અકસ્માતગ્રસ્ત ઈનોવા કાર મળીને કુલ ₹2,78,000 નો મુદ્દામાલ કબજે કર્યો

ભાવનગર-મહુવા-સોમનાથ નેશનલ હાઈવે પર સવારના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઇનોવા કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો હતો. તરેડ ગામ નજીક બનેલી આ ઘટનામાં કાર અકસ્માત બાદ તેમાંથી મોટા પાયે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઇનોવા કાર (GJ 06 LE-0510) પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલકે કાબૂ ગુમાવતા કાર નેશનલ હાઈવે પરથી ફંગોળાઈને દૂર આવેલી વાડીમાં જઈને પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. આજુબાજુના લોકો અને પોલીસને જાણ થતા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી વિદેશી દારૂ અને બિયરની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
આ ઘટના અંગે મહુવા ગ્રામ્ય પોલી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી દારૂનો આશરે ₹78,000 નો જથ્થો અને અકસ્માતગ્રસ્ત ઈનોવા કાર મળીને કુલ ₹2,78,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં આ સમગ્ર મામલે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કાર ચાલક તથા અન્ય આરોપીઓની શોધખોળ આદરી છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
