તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં મનપાના પદાધિકારીઓની નારાજગીની ચર્ચા, વીડિયો વાયરલ થતા સવાલો ઊભા
લેટલાંક નવા પદાધિકારીઓને યોગ્ય સ્થાન અને સન્માન ન મળ્યાની ચર્ચા વચ્ચે નારાજગી : ચેરમેન ધીરેન મોનાણી, દંડક તથા શાસક પક્ષના નેતા કાર્યક્રમ દરમિયાન જ સ્થળ છોડીને નીકળી ગયા

જામનગરમાં યોજાયેલા ચેમ્બર ઓફ કોમર્સના એક કાર્યક્રમ બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.કાર્યક્રમ દરમિયાન મહાનગરપાલિકાના કેટલાક નવા પદાધિકારીઓને યોગ્ય સ્થાન અને સન્માન ન મળ્યાની ચર્ચા વચ્ચે નારાજગી સામે આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં વિવિધ પ્રકારની અટકળો અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાના ચેરમેન ધીરેન મોનાણી, દંડક તથા શાસક પક્ષના નેતા કાર્યક્રમ દરમિયાન જ સ્થળ છોડીને નીકળી ગયા હતા. આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેટલાક લોકોએ પ્રોટોકોલ અને બેઠક વ્યવસ્થાને લઈને અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હોવાની ચર્ચા કરી છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
કાર્યક્રમની વ્યવસ્થામાં કોઈ ખામી રહી હતી કે પછી મહાનગરપાલિકાના નવા હોદેદારોની અવગણના કરવામાં આવી હતી તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોએ આ ચર્ચાને વધુ વેગ આપ્યો છે. શહેરના અનેક નાગરિકો પણ આ ઘટનાને લઈને પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે.
જોકે સમગ્ર મામલે અત્યાર સુધી ચેમ્બર ઓફ કોમર્સ અથવા મહાનગરપાલિકાના સંબંધિત પદાધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જેના કારણે ઘટનાની હકીકત અંગે હજુ પણ સ્પષ્ટતા થઈ શકી નથી.
શહેરના રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જાહેર કાર્યક્રમોમાં મહાનુભાવોના સન્માન અને પ્રોટોકોલનું ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે. આવા પ્રસંગોમાં થતી નાની ગેરસમજ પણ મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
હાલ સમગ્ર ઘટનાક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને હવે સૌની નજર સંબંધિત પક્ષોના સત્તાવાર નિવેદન તથા આગામી દિવસોમાં સામે આવનારી સ્પષ્ટતા પર ટકેલી છે. જો આ મામલે કોઈ સ્પષ્ટતા કે નિવેદન સામે આવશે તો સમગ્ર ઘટનાની સાચી સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ શકશે
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
