<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

જામનગરમાં ધોરણ ૧૦ અને ૧૨ ની પૂરક પરીક્ષા હવે પૂર્ણાહુતિ તરફ:કોઈ કોપી કેસ નહિ

ધોરણ ૧૦ માં ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાંની પરીક્ષામાં કુલ ૪૪૭ માંથી ૨૯૬ હાજર ૧૫૨ વિધાર્ગેથી ગેર હાજર: ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વોનું પેપરમાં કુલ ૩૫૨ માંથી ૨૮૪ હાજર અને ૬૮ વિધાર્થીઓ ગેર હાજર

જામનગર:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાઓ લેવામાં આવેલી છે. આજે પણ પરીક્ષાઓમાં શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી. અને ગેરરીતિનો કોઈ કેસ નોંધાયો ન હતો.
    આજે ધોરણ ૧૦ માં ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાંની પરીક્ષા લેવામાં આવી હતી . જેમાં કુલ ૪૪૭ માંથી ૨૯૬  હાજર ૧૫૨ વિધાર્ગેથી ગેર હાજર રહ્યા હતા.
જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વોનું પેપર લેવામાં આવ્યું હતું જેમાં કુલ ૩૫૨ માંથી ૨૮૪ હાજર અને  ૬૮ વિધાર્થીઓ ગેર હાજર  રહ્યા હતા.
આજે ગેરરિતી નો કોઈ કેસ નોંધાયો નથી.

(9:15 PM IST)