તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
જામનગર સીટી સી પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટના ૨૨૪ પકડી પાડતી ઇગ્લીશ દારૂના ચપલા નંગ સર્વેલન્સ સ્કોડ
બાતમીના આધારે આરવ હાઈટ્સ પાસેથી ઓટો રિક્ષામાંથી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લેવાયા

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વીભાગ નિર્લિપ્ત રાય (IPS) તથા પોલીસ અધિક્ષક જામનગર ડો.રવી મોહન સૈની (IPS) નાઓએ પ્રોહી જૂગારના ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જામ શહેર જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ,સીટી સી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.એન.બી.ડાભીની સુચનાથી સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ વી.એ.પરમાર તથા સર્વેલન્સ સ્કોડના માણસો જામનગર સીટી સી ડીવી પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી-જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન પો.હેડ કોન્સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ વનરાજભાઈ ભગુભાઇ ખવડ તથા પો.કોન્સ હાર્દીકભાઈ પોપટભાઈ ગાગીયા ને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે બજાજ મેક્સીમા ઓટો રીક્ષામા અહિ આરવ હાઇટ્સ પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇને નિકળવાના છે તેવી ચોકકસહકીકતના આધારે વોચ તપાસ દરમ્યાન એક બજાજ મેક્સીમા રોટો રીક્ષામા રજી નં GJ-32-U-3211 વાળીમાં ઝડતી તપાસ કરતા રીક્ષામા ભારતીય બનાવટના ઇંગલીશ દારૂના ચપટા નંગ ૨૨૪ કિં રૂ. ૬૭,૨૦૦/- તેમજ એક સેમસંગ કંપનીનો મોબાઇલ જેના મોડેલ SM-A166P/DS જેના IMEI 350349621404026 તેમજ 358400811404029 વાળો જેની કિં રૂ.૫,૦૦૦/- તેમજ રિક્ષા કિં રૂ. ૪૦,૦૦૦/- આમ કૂલ કિં રૂ. ૧,૧૨,૨૦૦/- ના મુદામાલ સાથે પકડાય જતા જે અંગે પો.હેડ.કોન્સ. ખીમશીભાઈ ગોવિંદભાઇ ડાંગર નાઓએ તેની સામે ધોરણસર થવા ફરીયાદ આપેલ છે
અને પો.સબ.ઇન્સ. વી.એ.પરમાર નાઓએ કાર્યદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ (૧) સાગર કમલભાઇ વઢીયાર જાતે.બાવરી ઉ.વ.૧૮ ધંધો મજુરી રહે.ખુલ્લી ફાટક પાસે, બાવરીવાસ, જામનગર મો.નં.૯૬૦૧૫૫૭૭૨૬ (૨) લક્ષ્મણ શેરસિંગ માલપરા જાતે.બાવરી ઉ.વ.૧૮ ધંધો, મજુરી રહે. ખુલ્લી ફાટક પાસે, બાવરીવાસ, જામનગર મો.નં.૯૩૧૩૩૩૯૦૦૩
પકડવા પર બાકી - (૩). દિપુ કમલભાઇ વઢીયાર (૪). બીપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયા
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
