તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 17th June 2026
સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
મંજુર થયેલા કામો તાત્કાલિક પુરા કરાવા અને ક્વોલિટી જળવાઈ તે દિશામાં કામગીરી કરવા હાજર અધિકારીઓને મંત્રીએ આપી કડક સુચનાઃ વર્ષ ૨૦૨૬-૨૭ના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ૧૮૫૫.૭૬ લાખનાં ૫૧૮ જેટલા વિવિધ વિકાસલક્ષી કામોને અપાઈ વહીવટી મંજૂરીઃ ગત વર્ષોના પ્રકલ્પોની પ્રગતિની કરાઈ સર્વગ્રાહી સમીક્ષા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૭: સુરેન્દ્રનગર જિલ્લાના સર્વાંગી વિકાસ અને લોકકલ્યાણના વિવિધ કામોને આયોજનબદ્ધ વેગ આપવાના હેતુથી જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ ગઈ. આ બેઠક સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન જિલ્લામાં ચાલી રહેલા અને મંજૂર થયેલા પ્રકલ્પોની પ્રગતિની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. જે અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ થી ૨૦૨૫-૨૬ દરમિયાન મંજૂર થયેલા કામોના રદ/ફેરફાર, સ્થળ ફેરફાર કે ખૂટતા આયોજનને બહાલી આપવાની બાબતો પર ચર્ચા કરી યોગ્ય નિર્ણયો લેવાયા હતા. સાથોસાથ, સંસદસભ્યની જોગવાઈના કામો, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અને એ.ટી.વી.ટી. (આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો) જોગવાઈ સહિતના મંજૂર થયેલા કામોની પ્રગતિની પણ મંત્રી દ્વારા સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી અને બાકી કામો ઝડપથી પૂર્ણ કરવા સુચના આપી હતી.
આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ રંજન ભૂસડીયા, સર્વે ધારાસભ્યય શામજીભાઈ ચૌહાણ, પી.કે.પરમાર, શ્રી પ્રકાશભાઈ વરમોરા, તાલુકા પ્રમુખો, નગરપાલિકા પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક મ્યુનિસિપલ કમિશનર જે. કે.જાદવ, નિવાસી અધિક કલેકટર વી.ડી.સાકરીયા, જિલ્લા આયોજન અધિકારી અલ્પેશ પટેલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
