News of Wednesday, 17th June 2026
ઉનાના ઉમેજમાં ૩૦૦થી વધુ વિઘા જમીન ઉપર ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
કરોડોની જમીન ઉપરનું દબાણો હટાવવા નોટીસો ધ્યાને લેવાતી નહોતીઃ જમીન ઉપર આંબાના ઝાડ વાવી દીધા હતા

(નવીન જોષી દ્વારા) ઊના તા.૧૭: ઉમેજ ગામમાં વર્ષોથી કરોડો રૂપિયા ગૌચર જમીન અને સરકારી જમીન ઉપર લોકો એ ત્રણસો થી વધુ વિઘા ઉપર દબાણ કરેલ હોય આજથી ડિમોલેશન શરૂ થયું ચાર દિવસ કામગીરી ચાલશે તેમ જવાબદારોએ જણાવ્યુ છે.
ઉમેજ ગામમાં અને સીમ માં લોકો એ સરકારી જમીન અને ગૌચર જમીન ઉપર ત્રણસો વિઘા જેની કિંમત કરોડો રૂપિયા થાય છે. તેમાં દબાણ કરી આંબા ના ઝાડ વાવી મકાન બનાવી પેશકદીમી કરેલ હોય ગ્રામપંચાયત અને ઊના મામલતદાર કચેરી દ્વારા દબાણ કરેલ લોકો ને હટાવવા નોટિસ આપી હતી તેમ છતાં દબાણ ના હટાવતા નાયબ મામલતદાર, આઠ તલાટી મંત્રી, ૨૧ પોલીસ બંદોબસ્ત સાથે ચાર જેસીબી મશીન લઈ દબાણ હટાવવાનું કામ શરૂ કર્યું હતું ઘણા લોકો એ જમીન ઉપર આંબા ના ઝાડ વાવી ખેતી ના પાક પણ લેતા હતા. અંદાજિત ૩૦૦ વિઘા જમીન ઉપર દબાણ હોય તે હટાવવા ૪ દિવસ કામગીરી કરી કરોડો રૂપિયાની ગૌચર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવશે કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખેલ છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
