તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
જૂગારની મોસમ પુરબહારેઃ ભાડલાના રાણીંગપરા, હાથસણી, ભાયાવદરમાં ૧૯ પત્તાપ્રેમી પકડાયા
ભાડલા પોલીસ, વિંછીયા પોલીસ અને ભાયાવદર પોલીસના દરોડાઃ ૭૦ હજારનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૧૭: રાજકોટ ગ્રામ્યમાં જુગારની સીઝન પૂરબહારમાં ખીલી હોઈ તેમ છેલ્લા ત્રણ દિવસમાં ઘણા જુગારીઓના રંગમાં ભંગ પાડી પોલીસે રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી તમામ આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં ભાડલાના રાણીંગપરા, વિછિયાના હાથસણી અને ભાયાવદરમાં જુગાર રમતા ૧૯ પતાપ્રેમીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે.
જાણવા મળ્યા મુજબ જસદણ નજીકનાં ભાડલાના રાણીગપરામાં દેવરાજભાઇ ભીખાભાઇ મકવાણાના વાડાની દીવાલ પાસે લીંબડાના ઝાડ નીચે જુગાર રમતા હોવાની સચોટ બાતમીના આધારે ભાડલા પોલીસના પો. કોન્સ. હરેશભાઈ ચાવડાએ દરોડો પાડી સંજય ભીખાભાઇ મકવાણા, લાલજી ભુપતભાઈ સોમાણી,દેવરાજ ભીખાભાઇ મકવાણા, જયરાજ જાદવભાઈ સોમાણી,વનરાજ ગોવિંદભાઈ ઝાપડીયા, વિપુલ જેમાભાઈ મકવાણા,બાબુ કરશનભાઈ પરમાર, રાયધન નરસિંહભાઈ સોમાણી અને રાજેશ નાનજીભાઈ સોમાણીને ઝડપી લઇ જુગારના પટમાંથી રૂ.૩૭,૨૫૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. વધુ તપાસ એએસઆઇગામિતને સોંપવામાં આવી હતી.
બીજા દરોડામાં વિંછીયાના હાથસણી ગામે દલપત શામજીભાઈ સોલંકીના મકાન પાછળ બેસી જુગાર રમતા પોપટ તળસીભાઈ ગોહિલ,રમેશ ગોકળભાઈ સોલંકી, દલપત શામજીભાઈ સોલંકી, હરેશ વલ્લભભાઈ સદાદિયા, રસીક મોહનભાઈ ડેરવાડીયા, અને ભરત હરજીભાઈ સદાદીયાને પોલીસે જુગાર રમતા ઝડપી લઇ જુગારના પટમાંથી રોકડ તથા મોબાઈલ મળી રૂ. ૧૭,૨૩૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. આગળની તપાસ હેડકોન્સ.એમ. જી. ડાભી ચલાવી રહ્યા છે. ત્રીજા દરોડામાં ભાયાવદર ખારા વિસ્તારમાં સુમિત રામાણીની વાડી તરફ જતાં કાચા રસ્તે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ભાયાવદર પોલીસ મથકના કોન્સ. સત્યપાલસિંહ જાડેજા અને સ્ટાફના માણસોએ દરોડો પાડી જુગાર રમતા સુમિત ઉર્ફે શુંભો ધીરજલાલ રામાણી, નરેન્દ્ર ઉર્ફે પિયુષ નારણભાઇ સોઢા, પ્રદ્યુમ્ન ઉર્ફે ગિલો નરશીભાઈ લધા, શાહનવાજ ઉર્ફે બાઉ આમદભાઈ ઠેબા અને સેજા રાઘવભાઇ રબારીને ઝડપી લઇ જુગારના પટમાંથી રોકડ સહીત રૂ. ૧૬,૩૧૦નો મુદામાલ કબ્જે કરી આગળની તપાસ હેડકોન્સ. કે. પી. જાડેજાને સોંપવામાં આવી હતી. આમ કુલ ત્રણ દરોડામાં ૧૯ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લઇ રંગમાં ભંગ પાડયો હતો.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
