News of Wednesday, 17th June 2026
કચ્છમાંથી ૧૮.૫૫ લાખનો ગાંજો જપ્ત
ઓરીસ્સાના ર શખ્સોની ૩૭ કિલો માદક પદાર્થ સાથે ધરપકડઃ પૂછપરછ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૭: પૂર્વ કચ્છ પોલીસના “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” અભિયાનને મોટી સફળતા મળી છે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા અને એસપીશ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ SOG ટીમે ભચાઉ વિસ્તારમાંથી ૩૭.૯ કિલો ગાંજા સાથે ૨ આંતરાજ્ય તસ્કરોને ઝડપી પાડ્યા છે.
ભચાઉ SOGની ટીમ ગેરકાયદેસર ડ્રગ્સના સેવન-વેચાણને ડામવા પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી કે નંદગામ-વરસાણા હાઇવે પર રામદેવ હોટલ પાસે ૨ શખ્સો ગાંજાનો જથ્થો લઈને વેચાણ માટે ઉભા છે. બાતમીના આધારે તાત્કાલિક રેઇડ પાડીને બંને આરોપીઓને દબોચી લેવાયા.
પકડાયેલા આરોપીઓ ઓડિશાના રહેવાસી છેઃ (૧) રૂદ્રધાન બાબુલાલ પ્રધાન, ઉ.વ. ૨૫, રહે. શેરગઢ અને (૨) પિન્ટુદાસ બંસીધરદાસ દાસ, ઉ.વ. ૨૩, રહે. લક્ષ્મીપુર. બંનેના કબજામાંથી ૩૭.૯૦૦ કિલો ગાંજો જેની બજાર કિંમત ૧૮.૫૫ લાખ રૂપિયા થાય છે તે મળી આવ્યો. આ ઉપરાંત ૨ મોબાઇલ, એલ્યુમિનિયમ ડબ્બા, રોકડ અને અન્ય સામગ્રી સહિત કુલ ૧૮.૬૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ-૧૯૮૫ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ માટે બચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં EPI. B.V. બોરીસાગર અને SOG સ્ટાફ જોડાયા હતા. પોલીસની આ કાર્યવાહીથી પૂર્વ કચ્છમાં ડ્રગ્સના નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું મનાય છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
