News of Wednesday, 17th June 2026
લીંબડીના એટ્રોસીટી મુળીના દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપીઓને રેન્જની ટીમે ઝડપી લીધા

રાજકોટ, તા. ૧૭: લીંબડીના એટ્રોસીટી અને મુળીના દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપીઓને રાજકોટ રેન્જની ટીમે ઝડપી લીધા હતા.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ નાસતા-ફરતા રહેલ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, શ્રી.બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી પો. સ્ટે.ના એટ્રોસીટીના ગુન્હામાં નાસતા ફરતા આરોપી આબીદ ખાન નિઝામખાન પઠાણ રહે. હસુ મનુનો વંડો, ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાને લીંબડી હાઇ-વે પુલ નીચેથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરી પો.ઇન્સ. અપૂર્વ પટેલ તથા પો.સ.ઇન્સ. પી.એન.મોરી, તથા પો.સ.ઇ. બી.સી.મીયાત્રા, પી.સી.સરતેજા તથા એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિહ વાઘેલા, હેઙકોન્સ. રાજદીપસિહ ઝાલા, દિલીપસિહ સીંધવ, ફતેસંગ પરમાર નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
તેમજ સુરેન્દ્રનગ જીલ્લાના મુળી પો. સ્ટે.ના ૧૩ લાખના વિદેશી દારૂ ગુન્હામાં નાસતા-ફરતા આરોપી અજય પ્રતાપભાઇ ખાચર રહે. મફતીયાપરા, થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળાને સાયલા ચોકડી રવી રાંદલ હોટલ સામેથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ સુરેન્દ્રનગર જીલ્લાના મુળી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરી રાજકોટ રેન્જની ટીમના એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિહ વાઘેલા, હેઙકોન્સ. રાજદીપસિહ ઝાલા, દીલીપસિહ સીંધવ, ફતેસંગ પરમાર દ્વારા કરવામાં આવેલ છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
