તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
ગુજરાત હાઈકોર્ટે સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ ગુફાઓ હોવાના દાવા સંબંધિત રિવ્યૂ અરજીને ફગાવી દીધી
હાઈકોર્ટે કહ્યું કે અરજીમાં કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ થયા નથી અને તે માત્ર મીડિયા અહેવાલો પર આધારિત છે. અરજદાર હવે આ મામલે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીમાં

ગુજરાત હાઈકોર્ટે સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ ગુફાઓ હોવાના દાવા સંબંધિત રિવ્યૂ અરજીને ફગાવી દીધી છે. અગાઉ આ જ જાહેરહિત અરજીને બે લાખ રૂપિયાના દંડ સાથે નકારી કાઢવામાં આવી હતી,રીવ્યુ અરજી દરમિયાન અરજદારે બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જજ તથા સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ તાનાજી વિશ્વાસ નાલવડેને દલીલો કરવા માટે એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જોકે હાઈકોર્ટે આ માંગ સ્વીકારી નહીં અને જણાવ્યું કે મૂળ અરજીમાં હાજર રહેલા વકીલ જ દલીલો કરી શકે…મહારાષ્ટ્રના ડો. વિલાસ તુકારામ ખરાટે દાખલ કરેલી અરજીમાં ૨૦૧૭ના સર્વેના આધારે બૌદ્ધ ગુફાઓનો દાવો કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે અરજીમાં કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ થયા નથી અને તે માત્ર મીડિયા અહેવાલો પર આધારિત છે. અરજદાર હવે આ મામલે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીમાં છે…
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
