News of Tuesday, 4th August 2026
ગીર સોમનાથના ઉનામાં ફૂડ વિભાગનું ચેકિંગ :ઘીના વેપારીઓ અને કરિયાણાની વિવિધ ૮ થી ૧૦ જેટલી દુકાનોમાં કડક તપાસ
શંકાસ્પદ જણાતા ઘી સહિત અન્ય ખાદ્યચીજોના અંદાજે ૫ જેટલા સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ રોકવાના ભાગરૂપે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન અધિકારીઓની ટીમે વિસ્તારના ઘીના વેપારીઓ અને કરિયાણાની વિવિધ ૮ થી ૧૦ જેટલી દુકાનોમાં કડક તપાસ કરી હતી. કામગીરી દરમિયાન શંકાસ્પદ જણાતા ઘી સહિત અન્ય ખાદ્યચીજોના અંદાજે ૫ જેટલા સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ વિભાગની આ અચાનક ધામધમતી કાર્યવાહીને પગલે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને ભેળસેળ આચરતા વેપારીઓમાં ભારે ફફડાટ અને સન્નાટો વ્યાપી ગયો છે.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
