તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 4th August 2026
૧૨૦ દિવસમાં અમરેલી જિલ્લામાં જમકુડી નદીની કાયાકલ્પઃ નવા નીરના વધામણાઃ આસપાસના ગામો જળ સમૃદ્ધ બન્યા
ધોળકિયા ફાઉન્ડેશનની મહેનત રંગ લાવીઃ ગામ લોકો દ્વારા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને સમગ્ર ટીમનું ભવ્ય સન્માન

(અરવિંદ નિમેળ દ્વારા)અમરેલી તા.૪: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જમકુડી નદીમાં જળ સંરક્ષણ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે આજે માત્ર ૧૨૦ દિવસ બાદ નદી પુનઃજીવિત થઈ છે. ત્યારે મતીરાળા ખાતે સમસ્ત મતીરાળા ગામ દ્વારા જમકુડી નદીમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.
એક સમયે એવી કહેવત હતી કે જમકુડી નદીમાં પાણી ટકતુ નથી પરંતુ મતીરાળા અને કૃષ્ણગઢ વચ્ચે નદીમાં ૪૫ ફૂટનો ઢાળ હોવાથી પાણીનું સંગ્રહ કરવો ખૂબ મુશ્કેલ હતો છતાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નાના નાના બોરી બંધ બનાવી જળ સંગ્રહનો અવિરત પ્રયાસ કરવામાં આવેલ ત્યારે આ કહેવત ખોટી પડી છે. રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા ૧૦ કિલોમીટર વિસ્તારમાં જમકુડી નદીમાં જળ સંરક્ષણના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા.જેના કારણે આ નદીમાં કરોડો લીટર પાણીનો સંગ્રહ થયો છે. જેના કારણે આસપાસના ૧૦ ઉપરાંત ગ્રામોના ખેડૂતો,વન્ય પ્રાણીઓ, માલધારીઓ તથા સમગ્ર સમાજને ફાયદો થનાર છે. ત્યારે મતીરાળા સમસ્ત ગામ દ્વારા જમકુડી નદીમાં જળના વધામણા અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, કનક પટેલ તથા સમગ્ર ટીમનું ભવ્ય સન્માન કરવામાં આવેલ. તેમ મનોજ જોશીની યાદીમાં જણાવેલ છે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
