News of Tuesday, 4th August 2026
ભાવનગરના કરદેજ ગામમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકીઃ ૧૫ ગેમ્બલરો રૂ.૧. ૪૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

ભાવનગરઃ શહેરના વરતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફનેબાતમી મળેલી કે કરદેજ ગામમાં શીતળામાંની મંદિર વાળા નળમાં આવેલા ભાવેશભાઈ દેસુરભાઈ ચાવડા ની વાડીના શેઢામાં ખુલ્લી અવાવરૂ જગ્યામાં જાહેરમાં જુગારધામ ચાલી રહ્યું છે જ્યાં તપાસ કરતા ૧૫ લોકો મળી આવ્યા હતા જેમના પાસેથી રોકડ રૂપિયા લાખ ૧,૩૮,૦૦૦ તથા બે મોબાઈલ મળીને કુલ રૂપિયા ૧,૪૮,૦૦૦ નો જુગાર પકડી પાડ્યો હતો. જુગાર રમતા (૧) અલ્પેશભાઈ ભગવાનભાઈ રાઠોડ (૨) મહેશભાઈ પાંચાભાઈ ચાવડા (૩) રામભાઈ નારણભાઈ ખમલ (૪) ગૌતમભાઈ જસાભાઈ કુવાડીયા (૫) અશોકભાઈ ભાયાભાઈ ડાંગર (૬) ભાવેશભાઈ દેસુરભાઈ ચાવડા (૭) જયેશભાઈ ઉર્ફે સુખો સામતભાઈ ખમલ (૮) જયદેવ ઉર્ફે ટીસી ચીથરભાઈ દુધકીયા (૯) વિનાભાઈ ઉર્ફે ભાણો પોપટભાઈ બુધેલીયા (૧૦) યોગેશભાઈ ભરતભાઈ મેર (૧૧) રાહુલભાઈ ઉર્ફે વિપુલ જગાભાઈ પીપળીયા (૧૨) મેહુલભાઈ ઉર્ફે ગોડડ લાલજીભાઈ મકવાણા (૧૩) બુધાભાઈ બટુકભાઈ કરણીયા (૧૪) દેવરાજભાઈ ઉર્ફે કિરણ રમેશભાઈ ચારોલા (૧૫) જીતુભાઈ અરજણભાઈ ખમલ ઝડપાયા હતા.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
