તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
ન્યુઝીલેન્ડમાં ગાયોના ફાર્મ હાઉસની મુલાકાત લેતા ધોરાજીવાસીઓ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા.૪: ન્યુઝીલેન્ડનાં ઓકલેન્ડ શહેરથી અંદાજિત ૧૦૦ કિમી દૂર આવેલ વેલ્સફોર્ડ ગામ આવેલું છે અને ગામની વસ્તી ૨૫૦૦ જેટલી અને મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે જેમાં ધેટાં ,ગાય,હરણ, અને ઘોડાઓના મોટા મોટા ફાર્મ આવેલા છે આવા જ એક અંતરિયાળ વિસ્તારમાં આવેલા વેલ્સફોર્ડ, ગામની નજીક હિમાંશુભાઈ પટેલ નું ગાયોનું ફાર્મ હાઉસ ખાતે અંદાજિત ૨૦૦૦ ગાય નું ફાર્મ હાઉસ માં અંદાજિત ૫૦૦૦ વિધા કરતા વધારે વિસ્તાર છે જેમાં પહાડો મેદાનમાં ગાયો કુદરતી ધાસ ચરે અને આખી રાત ધાસ ચરીને સવારે ૫/૩૦ વાગ્યે પાળેલ કુતરો ગાયોને ભસે એટલે ગાયો ફાર્મ હાઉસ ખાતે આવીને જે આધુનિક ઓટોમેટિક મસીનમાં ગાયો જાતે ગોઠવાય જાય અને નીપલો દ્વારા ગાય દોહવાય જાય નિપલો જાતે નીકળી જાય છે અને તે ગાય પછી મસીનમાંથી બહાર નીકળે છે. પશુપાલનથી મોટો ફાયદો એ છે કે ન્યૂઝીલેન્ડ માં ૯ મહીના થોડા દિવસો વરસાદ પડતો હોય છે અને વિશાળ મેદાનો અને પહાડી વિસ્તારમાં ગાયોને પૂરતાં પ્રમાણમાં તાજો અને લીલો ઘાસચારો મળી રહે છે અને નાના વાછરડા અલગથી સેડ માં રાખવા મા આવે છે અને જે ગાય દુધ આપતી હોય તે ને અલગ રાખવામાં આવે છે અને ઉનાળામાં મકાય અને ધાસને કાપીને ભુકો કરી મોટા મોટા સેડમા ભેગો કરે છે અને વધુ પ્રમાણમાં વરસાદ નાં સમય માં સુકો ધાસ ચારા નો ઉપયોગ કરે છે ન્યુઝીલેન્ડ ની ગાયો ર ટાઈમ માં સરેરાશ ૩૦ લિટર દૂધ આપે છે જ્યારે અમુક ગાયો વધારે દુધ આપે છે અને ગાય ૩ વર્ષ ની થાય ત્યારે માતા બને છે અને દુધ આપેછે અંદાજિત ૧૭ વર્ષ સુધી ગાય દુધ આપેછે અને ફાર્મ હાઉસ ખાતે મોટી મોટી સ્ટીલની ટાંકીઓમાં દુધ રાખવામાં આવે છે અને તેમાં એક અન્ય મશીન દ્વારા દુધને ચોખ્ખું કરી સ્ટોર કરે છે અને દુધ કંપની મોટા મોટા વાહનો માં દુધ લય જાય છે. ડેરી ઉધોગ જેમાં ખાસ કરીને સમગ્ર વિશ્વમાં ન્યુઝીલેન્ડ નાં ધી, ચીઝ, પનીર, માખણ, માવો અને ચોકલેટો વિશ્વ વિખ્યાત છે અને તેની મોટેભાગે સમગ્ર વિશ્વમાં નિકાશ કરવામાં આવે છે આ ન્યુઝીલેન્ડ નાં ગ્રામ્ય વિસ્તારોમાં હજારો ફાર્મ હાઉસ આવેલા છે.
જેમાં ભારતીય લોકો અને ગુજરાતી લોકો પણ આવાં ફાર્મ હાઉસ ધરાવે છે અને વેલ્સ ફોર્ડ ગામની નજીક આવેલા ફાર્મ હાઉસ ની મુલાકાત લેતા ધોરાજી નાં ધર્મેન્દ્ર હરીલાલ, ડો, સુરેશભાઈ બલર, ગોરધનભાઈ સેજલીયા ,દેવરાજભાઇ વસાણી,આર, કે, પટેલ, સહિતનાઓએ ફાર્મહાઉસની મુલાકાત લઈ અને ફાર્મ હાઉસના ઓનર હેમાંશુભાઈ પટેલએ તમાંમ માહિતી આપેલી હતી.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
