<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

કચ્છના સામખિયાળી નજીક પૂર્વ કચ્છ એસઓજી એ ૧૭ લાખના ગાંજા ના જથ્થા સાથે બિહારની મહિલા અને યુવક ને ઝડપી પાડયા

બાતમીના આધારે એસઓજી ટીમ વોચમા રહયા હતા ત્યારે આરોપીઓ પાસેથી સાડા પાંત્રીસ કિલોના જથ્થા સાથે ઝડપી પાડયા : તપાસનો ધમધમાટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ :  કચ્છ ના પ્રવેશદ્વાર સામખીયારી ખાતે થી  બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ એસઓજી પીઆઇ બી.વી બોરીસાગર ને મળેલી બાતમી ના આધારે  રાત્રે વોચ મા હતા ત્યારે સામખીયારી પાસે બિહાર થી ગાંજા નો જથ્થો લઈ ને એક યુવક અને મહિલા આવવા ના છે એ રીતે ની બાતમીના આધારે એસઓજી ટીમ વોચ મા રહયા હતા ત્યારે આરોપીઓ પાસે થી સાડા પાંત્રીસ કિલો ના જથ્થા સાથે ઝડપી પાડયા હતા  આ અંગે મળતી માહિતી મુજબ આરોપી

(૧) અમના ખાતુન ઉર્ફે ગૌરી બસીર જાતે મુસ્લીમ ઉવ ૪૩ રહે પટણા જકશન ગોપી બજાર વોર્ડ નંબર ૧૮ બિહાર (ર) અયુષકુમાર ઉર્ફે શિવમ પવનરાય ઉવ૧૮વર્ષ ૦૩ માસરહે બહેરામપુર રાઘવપુરવૈશાલી બિહાર તથા તપાસમા જે નિકળે તે 

 સામખીયારી આંબલીયારા રોડનવાગામતરફજતા રસ્તા ઉપર થી ગાંજા ના જથ્થા સાથે ગુનો એન.ડી.પી.એસ. કલમ ૮(સી), ૨૦(સી), ૨૯ મુજબ તે એવી રીતે કે આ કામેના આરોપીઓએ પોતાના કબજા ભોગવટામાં ગે.કા વગર પાસ પરમીટે માદક પદાર્થ ગાંજો વજન ૩૫.૫૯૦ કિલો ગ્રામ કિમત રૂપિયા ૧૭,૭૯,૫૦૦/-તથા ૦૨ મોબાઇલ ફોન કિમત રૂપિયા ૬૦૦૦/- તથા એક આધારકાર્ડની ઝેરોક્ષ કિમત રૂપિયા ૦૦/૦૦ તથા ૦૧ સ્કુલ સર્ટી કિમત રૂપિયા ૦૦/૦૦ તથા એક રેલ્વે ટીકીટ કિમત રૂપિયા ૦૦/૦૦ તથા રોકડા રૂપિયા ૮૩૦૦/- તથા ૦ર સુટકેશ તથા ૦૧ થેલો કિંમત રૂપિયા ૦૦/૦૦ એમ કુલ્લે રૂપિયા ૧૭,૯૩,૮૦૦/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કરી હતી જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આ કાર્યવાહી ઈન્ચાર્જ એસઓજી પીઆઇ બી.વી બોરીસાગર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.(તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(10:56 AM IST)