News of Tuesday, 4th August 2026
મોબાઇલ લઇને બેસી જતી હોઇ પતિએ ઠપકો આપતાં લીલાબેનનો આપઘાત
ચરાડવામાં રહેતી ૨૦ વર્ષિય પરિણીતાએ ઝેર પી લીધું: રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૩: હળવદના ચરાડવામાં ગાંધીભાઇની વાડીમાં પતિ સાથે રહી ખેત મજૂરી કરતાં લીલાબેન અતરીયા ચંગદ (ઉ.વ.૨૦) નામની મુળ એમપીની પરિણીતાએ પરમ દિવસે બપોરે વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લેતાં હળવદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેણીનું સારવારમાં મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ લીલાબેનના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક દિકરી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ લીલાબેન મોબાઇલ ફોન લઇને વારંવાર બેસી જતી હોઇ પતિએ મોબાઇલમાં ઓછુ ધ્યાન આપવાનું કહી ઠપકો આપ્યો હોઇ માઠુ લાગી જતાં તેણીએ આ પગલુ ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવની જાણ હળવદ પોલીસને કરી હતી.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
