તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 4th August 2026
જેતપુર પંથકમાં મોબાઇલ ટાવરમાંથી ચોરી કરતી તસ્કરી ટોળકીને એલસીબીએ ઝડપી લીધી
એક મહિલા સહિત ૬ શખ્સોને પ.૩૩ લાખનો મુદામાલ સાથે ધરપકડઃ ૩ ચોરીનો ભેદ ઉકલાયો

તસ્વીરમાં પકડાયેલ તસ્કર ટોળી ચોરાઉ મુદામાલ સાથે નજરે પડે છે. (તસ્વીર કેતન ઓઝા-જેતપુર)
જેતપુરઃ પંથકના ત્રણ ગામોમાં બી એસ એન એલ ના મોબાઈલ ટાવરના રૂમ માંથી વાયર સહિતની ચોરી કરનાર તસ્કર ગેંગને રૂરલ એલસીબીએ પકડી પાડી પ.૩૩ લાખનો મુદામાલ કબજે કર્યો છે.
તાલુકાના ઉમરાળી ગામે આવેલ બી એસ એન એલ ના મોબાઈલ ટાવરના એક્સચેન્જ રૂમમાંથી રૂ. ૭,૨૪૦, સેલુકા ના રૂમ માંથી ૧૮,૭૦૦ તથા મંડલીકપુર ટાવર પાસે થી ૧૪,૦૦૦ ની વસ્તુઓની ચોરી થયેલ હોવાની ફરિયાદ વિરપુર તેમજ તાલુકા પોલીસમાં નોંધાતા એસ પી વિજયસિંહ ગુર્જર ની સૂચનાથી એલ સી બી પી આઈ જે પી રાવ ના માર્ગદર્શન હેઠળ પી એસ આઇ આર વી ભીમાણી, એચ સી ગોહિલ, કે એમ ચાવડા, પી એન ભરવાડ, અનિલભાઈ બળકોદીયા, બાલકળષ્ણભાઇ ત્રિવેદી, મનીષભાઈ વરુ, મંદીપસિંહ જાડેજા રમણીકભાઈ મણવર, ભરતભાઈ ગમારા, શક્તિસિંહ ઝાલા, નિકુંજભાઈ સુતરીયા, ઇશિતભાઈ માણાવદરિયા, ભાવેશભાઈ મકવાણા, મીરલભાઈ ચંદ્રવાડીયા અબ્દુલભાઈ શેખ એ તપાસ હાથ ધરી તકસ્કર ટોળીમાં મહિલા પૂનમબેન કાળુભાઈ વાડોદરિયા, વૈભવ કાળુભાઈ વાડોદરિયા, પ્રશાંત મનસુખભાઈ કલોલા ( રહે ત્રણે મધુરમ, જુનાગઢ) કિશોર ઉર્ફે ભૂરો કરમશીભાઈ સોલંકી, સાગર રમેશભાઈ સોલંકી (બન્ને સરગવાડા) ફારૂક યુસુફભાઈ મોર ( જુના પાંચપીપળા રોડ) છ શખ્સોને ૧૩ કિલો કોપર, મોબાઇલ -૪, ઓલ્ટિનેટર, કાર મળી રૂ. ૫,૩૩,૪૫૯/- ના મુદ્દા માલ સાથે પકડી પાડી પૂછપરછ કરતા ત્રણે ગામોમાં ચોરી કરી હોવાનું કબુલાત આપી હતી.
ઝડપાયેલ શખ્સો માં કિશોર સોલંકી વિરુદ્ધ જુદા જુદા ૪, સાગર સોલંકી વિરુદ્ધ ૨, વૈભવ વાડોદરિયા, પ્રશાંત કલોલા વિરુદ્ધ ૧ ગુન્હો નોંધાયેલ છે
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
