તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
જેતપુર ભાદર નદીના પટ્ટમાંથી ગેરકાયદે રેતી ખનન પકડાયુઃ રૂરલ એસઓજીનો દરોડો
એક જેસીબી, ટ્રેકટર તથા ૨૦૦ ટન સાદી રેતી સહિત ૩૪ લાખનો મુદામાલ સીઝ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૪: ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દેરડી પાસે, ભાદર નદીના પટમાંથી ચાલી રહેલા ગેરકાયદેસર સાદી રેતીના ખનન અને વહન પર રૂરલ એસઓજીએ ગ્રામ્યની દરોડો પાડી એક જેસીબી અને ટ્રેકટર કુલ ૩૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
શહેરમાંથી પસાર થતી ભાદર નદીમાં દેરડીના બેઠી ધાબીના પુલથી નાળ પાટ સુધીના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નદીના પટમાંથી રેતી ખનીજની ચોરી ઘણા સમયથી ચાલુ છે. અહીં જોતા નદીના પટ વિસ્તારમાં એકથી બે કિમી સુધીમાં ઠેરઠેર વિશાળ ખાડાઓ જેમાં પાણી ભરેલ હોય તો પાણી કાઢવા માટે ડિઝલ એન્જીનથી પાણી ખેંચી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે અને ડીઝલ એન્જીન પણ સ્થળ પર જ રાખવામાં આવે છે. એટલે કે અહીંથી લાખો રૂપિયાની ખનીજ ચોરી થતી હોય અને સ્થાનીક તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા રાજકોટ ગ્રામ્ય એસઓજી એ પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી એસ્કેવેટર મશીન ( જેસીબી ) કિંમત રૂપિયા ૩૦ લાખ, ટ્રેક્ટર કિંમત રૂપિયા ૩ લાખ તેમજ સાદી રેતી અંદાજે ૨૦૦ ટન કિંમત રૂપિયા એક લાખ કુલ મુદ્દામાલ રૂપિયા ૩૪ લાખનો એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ સિઝ કરી ખાણ ખનીજ વિભાગને વધુ કંપાઉન્ડિંગ દંડ પેટે રિપોર્ટ આપી ખાણ ખનીજ વિભાગને લગતા દંડ માટે સોંપવામાં આવ્યા છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
