તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
ધ્રોલમાં સગીરા પર દુષ્કર્મનો આરોપઃ ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ, આરોપી જેલહવાલે

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૪: તાલુકામાં સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પીડિતાએ સતત ધાક-ધમકી અને માનસિક ત્રાસથી કંટાળી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલહવાલે કર્યો છે.પોલીસ ફરિયાદ મુજબ, આરોપી મેશુર કેશુરે સગીરાને પોતાનો મોબાઇલ નંબર આપી સંપર્ક કરવા દબાણ કર્યું હતું. ત્યારબાદ પીડિતાના પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી, તેને ડરાવી-ધમકાવી અલગ-અલગ સ્થળોએ લઈ જઈ તેની ઇચ્છા વિરૂધ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.
આરોપીના સતત ત્રાસથી માનસિક રીતે ભાંગી પડેલી સગીરાએ પોતાના ઘરે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. સારવાર દરમિયાન પીડિતાએ પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરતાં મામલા પ્રકાશમાં આવ્યો હતો.બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ભ્ત્ એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ રાઈટર લાખાભાઈ આહિર સહિતની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપી પોક્સો અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યો છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
