<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

ગોંડલમાં ૮૦માં સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણીમાં આ વખતે પોલીસ અશ્વદળને સામેલ કરાશે

પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીની ખાસ ઉપસ્‍થિતિ રહેશે

રાજકોટ, તા., ૪ :  રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્‍થિતિમાં ગોંડલમાં ૮૦મા સ્‍વાતંત્ર્ય દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી થશે. આ રાષ્‍ટ્રીય પર્વની દેશભક્‍તિસભર ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશની અધ્‍યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.

જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે આયોજિત આ બેઠકમાં રાષ્‍ટ્રીય પર્વની ઉજવણી અંગે જરૂરી તમામ બાબતોની ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ સાંસ્‍કળતિક કાર્યક્રમો સાથે આ વખતે પોલીસના અશ્વદળને પણ સામેલ કરવા સૂચન કરવામાં આવ્‍યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રોબેશનરી આઈ.એ.એસ. સુશ્રી ટીના કલ્‍યાણ, નિવાસી અધિક કલેક્‍ટર  જે.એચ.બારોટ, ગોંડલ પ્રાંત અધિકારી (ઈ)  રાહુલ ખાંભરા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:25 PM IST)