<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

જામનગરમાં ગંદકી ફેલાવતા કમર્શિયલ એકમો સામે મોટી કાર્યવાહી : 2100થી વધુ દુકાનધારકોને નોટિસ ફટકારાઇ

ડસ્ટબિન ન રાખવા અને જાહેરમાં કચરો ફેંકવા બદલ લાખોનો દંડ વસૂલાયો:387 દુકાનધારક પાસેથી 2 લાખ 29 હજારનો દંડ વસૂલાયો: રાત્રે દુકાન બંધ કર્યા બાદ જાહેરમાં કચરો ફેંકતા વેપારીઓના ફોટોગ્રાફ પાડીને કાર્યવાહી કરાઈ

જામનગરમાં ગંદકી ફેલાવતા કમર્શિયલ એકમો સામે કોર્પોરેશને કાર્યવાહી હાથ ધરી. સ્વચ્છતા ન જાળવતા 2100થી વધુ દુકાનધારકો અને વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ડસ્ટબિન ન રાખવા અને જાહેરમાં કચરો ફેંકવા બદલ લાખોનો દંડ વસૂલાયો છે. 387 દુકાનધારક પાસેથી 2 લાખ 29 હજારનો દંડ વસૂલાયો છે. રાત્રે દુકાન બંધ કર્યા બાદ જાહેરમાં કચરો ફેંકતા વેપારીઓના ફોટોગ્રાફ પાડીને કાર્યવાહી કરાઈ છે. વેપારીઓને કચરો માત્ર ગાર્બેજ કલેક્શન વાહનમાં જ આપવાનો કોર્પોરેશનએ આદેશ કર્યો છે. સ્વચ્છતાના નિયમનું પાલન નહીં કરનારા સામે દંડાત્મક કાર્યવાહી યથાવત રહેશે.

(7:17 PM IST)