તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 4th August 2026
ધ્રાંગધ્રાના તારંગા ધામ ખાતે પૂજારી પ્રવિણભાઈ રાઠવા અને તેમના પત્ની વર્ષાબેન રાઠવાના શંકાસ્પદ મૃતદેહ મળતા ભારે ચકચાર
પત્નીના માથાના ભાગે ઇજાના નિશાન:પતિનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો :ફાંસો ખાધેલા પતિના હાથમાં પત્નીના માથાના વાળ મુઠ્ઠીમાં જકડાયેલા મળી આવ્યા

ધ્રાંગધ્રાના તારંગા ધામ ખાતે પૂજારી પ્રવિણભાઈ રાઠવા અને તેમના પત્ની વર્ષાબેન રાઠવાના શંકાસ્પદ મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આજે બપોરે મળેલી આ ઘટનામાં પત્નીના માથાના ભાગે ઇજાના નિશાન હતા, જ્યારે પતિનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. બનાવની ગંભીરતા જોતા FSLની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન ફાંસો ખાધેલા પતિના હાથમાં પત્નીના માથાના વાળ મુઠ્ઠીમાં જકડાયેલા મળી આવ્યા હતા. આ ઉપરાંત ઘટનાસ્થળેથી એક છરી અને લોહીના નિશાનવાળી લાકડી મળી આવી છે, જ્યારે છરી પર લોહીના નિશાન નહોતા મળ્યા
. પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળે લોહી સાફ કરવાના પ્રયાસો થયા હોવાનું પણ સામે આવ્યું છે. FSLની પ્રાથમિક કાર્યવાહી બાદ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને આ રહસ્યમય મોત અંગે સઘન તપાસ શરૂ કરી છે
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
