<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

મોરબી - રવાપરના પૂર્વ સરપંચ અને વર્તમાન કોર્પોરેટર, બિલ્ડર ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિન.

તેમના જન્મદિન પર ચોમેરથી તેમના પર શુભેચ્છાવર્ષા

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી નજીકના અને હવે મોરબીનો જ વિસ્તાર એવા મીનીમોરબી ગણાતા રવાપરમાં, વસ્તાભાઈ અને કાંતાબેનના એક સામાન્ય ખેડુત પરિવારમાં 5.8. 1968 માં જન્મેલા ગોપાલભાઈ કાસુન્દ્રાએ જરૂરી અભ્યાસ પૂરો કરતાની સાથે જ 1991 થી બાંધકામ વ્યવસાયમાં ઝંપલાવ્યું અને પછી તો પાછુ વાળીને જોયુનહી. આજે એક સફળ બિલ્ડર તરીકે તેઓ જાણીતા છે.


પોતાના વ્યવસાયની સાથો સાથ સામાજીક ક્ષેત્રે કૈક કરી છૂટવાની ભાવનાએ તેમણે રવાપરમાં ખુબ લોકપ્રિયતા અપાવી અને તેઓ 1997 માં પ્રથમ વખત રવાપરના સહુથી નાની ઉમરના સરપંચ બન્યા, પાંચ વર્ષ લોકોના કામ કરી લોકચાહના એવી મેળવી કે લોકોએ 2012 માં તેમણે બીજી વખત સરપંચ તરીકે ચૂંટી સરપંચ તરીકેની જવાબદારીઓ સોંપી. અને રવાપરમાં ખુબ વિકાસના કામો કર્યા.

તાજેતરમાં જ ગયેલ મોરબી કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં 11 જંગી બહુમતીથી ચૂંટી કાઢી લોક પ્રહરી તરીકેની જવાબદારી લોકોએ સોંપી વર્તમાનમાં તેઓ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના તેમજ કાયદો વ્યવસ્થાકમિટીના સભ્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે. વ્યવસાઈક, રાજકીય ક્ષેત્ર ઉપરાંત ગોપાલભાઈ ઓલ ગુજરાત કાસુન્દ્રા પરિવારના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપવા સાથે અનેક સેવાકાર્યો કરતી સંસ્થાઓ સાથે જોડાઈ પોતાનું યોગદાન આપવા સાથે સામાજીક અને ધાર્મિક ઉત્તરદાઇત્વ નિભાવી રહ્યા છે.  આજે તેમના જન્મદિન પર ચોમેરથી તેમના મો. 9879075762 પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે

(12:20 AM IST)