તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 5th August 2026
પોલીસકર્મીના ઘરમાં શેરબજારનું ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ પકડાયુ
સુરેન્દ્રનગરના રતનપરમાં પોલીસ કર્મચારી સંજયસિંહ રાઠોડના ઘરમાં રેન્જ આઇજી નિર્લિપ્તરાયની ટીમ ત્રાટકીઃ ૧૦ લેપટોપ અને ર૯ મોબાઇલ ફોન સાથે ૬ની ધરપકડ : ૧૬ બ્રોકરો સહિત ર૩ સામે ગુન્હો નોંધાયો

તસ્વીરમાં પકડાયેલ શખ્સો (નીચે બેઠેલા) સાથે રાજકોટ રેન્જની ટીમ તથા પોલીસકર્મી.ના ઘરમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેર્ડિગની ઓફિસ નજરે પડે છે. (૩પ-૧પ/૧૬)
રાજકોટઃ તા.પ, સુરેન્દ્રનગર જીલ્લાના જોરાવરનગર પોલીસ મથક વિસ્તારમાં રહેતા પોલીસ કર્મચારીના રહેણાંક મકાનમાં શેરબજારના ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ ઉપર રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડી ૬ શખ્સોને ૧૦ લેપટોપ, ર૯ મોબાઇલ ફોન, પેનડ્રાઇવ તથા રોકડ રકમ સહિત ૩.૦૭ લાખના મુદામાલ સાથે પકડી પાડી ૧૬ બ્રોકર સહિત ર૩ સામે ગુન્હો દાખલ કર્યો હતો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ ે દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં શેરમાર્કેટ આધારે શેરો ના ભાવોમાં થતા વધારા-ઘટાડા ઉપર સોદાઓ પાડવા માટે ગ્રાહકો શોધી અને આવા ગ્રાહકો દ્રારા કરવામાં આવતા સોદાઓનુ કોઇ પણ જાતના લાઇસન્સ કે આધાર વગર ગેરકાયદેસર રીતે અન્ય બ્રોકરો પાસે કપાત કરાવી નશીબ આધારીત જુગાર રમી-રમાડતા ઇસમોને શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પો.ઇન્સ. અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પો.સ.ઇ. પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા, શ્રી પી.સી. સરતેજા તથા સ્ટાફ દ્વારા ખાનગી બાતમીદારોથી માહિતી મેળવી જરૂરી વર્ક આઉટ કરી રહેલ હતા.
દરમ્યાન ચોક્કસ હકિકત આધારે પો.સ.ઇ. બી.સી.મીયાત્રા, પી.સી.સરતેજા તથા સ્ટાફના યોગેન્દ્રસિહ ચુડાસમા, ધર્મેન્દ્રસિહ વાઘેલા, અતુલભાઇ ડાભી, વકારભાઇ અરબ, ફતેસંગ પરમાર, દિલીપસિહ સિંધવ તથા ડ્રા.ગોવીંદભાઇ રબારીએ સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રતનપર રામેશ્વર ટાઉનસીપ શેરી નં. ૪ મકાન નં.૫૧ ના માલીકી હક તથા કબ્જો ભોગવટો ધરાવતા નાથુભા કાનાભા રાઠોડ તથા પોલીસ કર્મચારી સંજયસિહ નાથુભાઇ રાઠોડ પોતાના સાગરીતો સાથે મળી તેઓના મારફતે ગ્રાહકો ઉભા કરી ગ્રાહકો પાસેથી શેરમાર્કેટમાં થતા શેરોના ભાવના વધારા-ઘટાડા ઉપર સોદાઓ મેળવી મળેલ સોદાઓનો કોઇ પણ જાતના લાયસન્સ કે આધાર વગર ગેરકાયદેસર રીતે શેર બ્રોકરો પાસે કપાત કરાવી શેરબજાર ઉપર નશીબ આધારીત હાર જીતનો જુગાર રમાડતા હોવાની હકિકત આધારે રેઇડ કરતા સ્થળ ઉપરથી આરોપીઓ(૧) દિવ્યરાજસિંહ વનરાજસિંહ ચુડાસમા રહે. સંજીવની સોસાયટી, રતનપર, તા.વઢવાણ, જી.સુરેન્દ્રનગર(૨)વિપુલભાઇ કરશનભાઇ સિંધવ રહે. મેમકા, તા.વઢવાણ, જી.સુરેન્દ્રનગર (૩) અરૂણભાઇ મહેન્દ્રભાઇ કોઠારી રહે. રતનપર શેરી નં.૦૬, તા.વઢવાણ, જી.સુરેન્દ્રનગર (૪) દલસુખભાઇ કરશનભાઇ સિંધવ ધંધોપ્રખેતી, રહે. મેમકા, તા.વઢવાણ, જી.સુરેન્દ્રનગર (૫) વિજયભાઇ ગોવિંદભાઇ દેત્રોજા રહે. દેવનંદન સોસાયટી, રતનપર, તા.વઢવાણ, જી.સુરેન્દ્રનગર (૬) નાથુભા કાનાભા રાઠોડ રહે. હાલ-રામેશ્વર ટાઉનશીપ, મકાન નં.૫૨, તા.વઢવાણ, જી.સુરેન્દ્રનગર નાઓ લેપટોપ ૧૦, મોબાઇલ ફોન ૨૯, પેનડ્રાઇવ ૪, નોટબુક, રોકડ રકમ તથા વાઇ-ફાઇ, ચાર્જર મળી કુલ રૂ.૩,૦૭,૦૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા તમામની ધરપકડ કરાઇ હતી. તેમજ પોલીસ કર્મચારી આરોપી નં.(૭) સંજયસિંહ નાથુભાઇ રાઠોડ રહે. રામેશ્વર ટાઉનશીપ, મકાન નં.૫૨, તા.વઢવાણ, જી.સુરેન્દ્રનગર તથા બ્રોકરો (૮) બ્રોકર જતીન નામનો ઈસમ (૯) બ્રોકર લાલો નામનો ઈસમ (૧૦) બ્રોકર નિતેશ નામનો ઈસમ (૧૧) બ્રોકર MNT નામનો ઈસમ (૧૨) બ્રોકર અજય નામનો ઈસમ (૧૩) બ્રોકર D.R.નામનો ઈસમ (૧૪) બ્રોકર C.C.નામનો ઈસમ (૧૫) બ્રોકર આકાશ નામનો ઈસમ (૧૬) બ્રોકર આકાશ નામનો ઈસમ (૧૭) બ્રોકર ચિરાગ નામનો ઈસમ (૧૮) બ્રોકર K.P.નામનો ઈસમ (૧૯) બ્રોકર સુરેશ નામનો ઈસમ (૨૦) બ્રોકર સની નામનો ઈસમ (૨૧) બ્રોકર મિતલ નામનો ઈસમ (૨૨) બ્રોકર સ્વેતાંશુ નામનો ઈસમ (૨૩) બ્રોકર પ્રશાંત નામનો ઈસમ એમ કુલ ૧૬ બ્રોકરો મળી તમામ ૨૩ આરોપીઓ વિરુધ્ધ સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ-૪,૫ મુજબનો ગુન્હો દાખલ કરાવી તમામ આરોપીઓ તથા કબ્જે કરેલ મુદ્દામાલ જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી આગળની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ રેઇડ દરમ્યાન ૧૦ લેપટોપ, ર૯ મોબાઇલ ફોન, ૪ પેનડ્રાઇવ, નોટબુક, રોકડ રકમ,વાઇ-ફાઇ તથા ચાર્જર મળી કુલ રૂા. ૩,૦૭,૦૦૦/- નો મુદામાલ કબજે કરાયો હતો અને ૧૬ બ્રોકરોની શોધખોળ હાથ ધરાઇ છે. (૩પ-૧પ)
એકાઉન્ટન્ટની પણ નિમણુંક કરવામાં આવી હતી
પોલીસ કર્મચારી સંજયસિંહ રાઠોડના રતનપર ખાતે આવેલા મકાન ખાતે આખું કોલ સેન્ટર ઊંભુ કરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર રીતે શેરબજારના સોદા કરવામાં આવતા હતા અને હારજીત પણ કરવામાં આવતી હતી ત્યારે રાજકોટના રેન્જની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યાનું તે દરમિયાન ઘરમાંથી એકાઉન્ટન્ટ અરુણભાઇ મહેન્દ્રભાઇ કોઠારીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત કન્ટ્રકશન અને બિલ્ડર તરીકેની નામના ધરાવતા દિવ્યરાજસિંહ વનરાજસિંહ ચુડાસમાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર નેટવર્કનો પડદોફાસ થયો છે. ત્યારે જિલ્લાના અનેક મોટા વેપારીઓ અને બ્રોકરો ગેરકાયદેસર શેરબજારના સોદાઓમાં સંકળાયેલા હોવાની શંકાઓના આધારે હવે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પૈસાની લેતીદેતી માટે સ્પેશિયલ એકાઉન્ટન્ટપણ રાખવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. (૩પ-૧પ/૧૬)
મોબાઇલ અને લેપટોપમાં ઇન્ટરનેશનલ લોકો સાથેની વાતચીતની હિસ્ટ્રી
રેન્જ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ પોલીસ કર્મચારીના ઘરમાંથી આખું કોલ સેન્ટર ઝડપાયું છે. જેમાં ર૯ જેટલા મોબાઇલ ફોન જેમાં ઇન્ટરનેશનલ લોકો સાથે વાતચીત કરી હોય તેવી હિસ્ટ્રી પણ સામે આવી છે. ત્યારેસમગ્ર કોલ સેન્ટર ઊા કરી અને નેટવર્ક ચલાવવામાં આવતું હતું ૧૦ જેટલા લેપટોપ ર૯ જેટલા મોબાઇલ પ૦ થી વધુ સીમકાર્ડ ૦૪ જેટલી પેન ડ્રાઇવ ર૭ જેટલી નોટબુકો જેમાં કરોડો રૂપિયાના લેતીદેતીના હિસાબો હોવાનું પણસામે આવ્યું છે. ત્યારે આ અંગે જોરાવરનગર પોલીસમાં ગુનો દાખલ કરી અને વધુ તપાસ શરૂ કરાઇ છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
