News of Wednesday, 5th August 2026
ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરનું અપહરણ કરીને ૫.૫ કરોડની ખંડણીના ગુનામાં ત્રણ વોન્ટેડ ઝડપાયા
દુબઈથી યુએસ ડોલરમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા, દિલીપ ગોકળદાસ મજીઠિયાનું અપહરણ કરી દુબઈ રહેતા તેના ભાઈ નરેશ ઉર્ફે લાલાભાઈ પાસેથી ખંડણી વસૂલી હતીઃ એલસીબત શાખા અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસની કાર્યવાહીઃ ૩૦.૮૮ લાખનો મુદામાલ જપ્ત

(વિનોદ ગાલાદ દ્વારા) ભુજ તા.૫: પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા લહળ સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષકના સાગર બાગમાર પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજાર નાઓએ ગંભીર શરીર સંબધી / મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા આરોપીઓ સત્વરે પકડી પાડવા જરૂરી સુચના આપેલ હતી. જે અન્વયે ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન કામે આરોપીઓએ ફરીયાદીને ફોસલાવી કારમાં બેસાડી અપહરણ કરી ફરીયાદીના ભાઈને દુબઈ (યુ.એ.ઈ.) ખાતે વિડીયો કોલ કરી મારી નાખવાની ધમકી આપી ઓનલાઈન USDT-૫,૮૪,૫૦૦/-ની ખંડણી માંગેલ જેની ભારતીય ચલણમાં મુલ્ય રૂ.૫,૫૫,૨૭,૫૦૦/- છે જે USDT રકમને ભારતીય ચલણમાં રૂપાંતરીત (ટ્રાન્સફર) કરવા સારૂ નિચે મુજબના આરોપીઓએ પોતાના મોબાઈલ ફોનમાં અલગ-અલગ વોલેટથી ઓનલાઈન દુબઈ કિગ નામના માણસને USDT મોકલાવી જે ભારતીય ચલણમાં આંગડીયા મારફતે મેળવેલ જેની ભારતીય ચલણ કુલ્લે ૨કમ-૨૮,૯૮,૦૦૦/- મેળવી આરોપીઓએ એકબીજાની મદદગારી કરેલ હોય જેથી નિચે મુજબના આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.તથા સદર ગુના કામેના આરોપીઓની મદદગારીમાં સંડોવાયેલ ઇસમો વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે (૧) વિનીત લક્ષ્મણભાઈ જાદવાણી (સિધી) ઉ.વ.૩૦ ૨હે.પ્લોટ નં-૧૦૫, વોર્ડ નં-૩/બી, આદીપુર મુળ રહે.ફલેટ નં-૫૦૩, બ્લોક-ડી, રેન ઓન સફલ્યા ફલેટ, શીલજ, અમદાવાદ
(૨) અનમોલ આનંદકુમાર નંદા (ભાનુશાળી) ઉ.વ.૨૯ ૨હે.મ.નં-૧૫, પ્લોટ નં-૧૦, નિલકંઠનગર, વોર્ડ નં-૪/એ, આદીપુર
(૩) વિશાલ ધનરાજભાઇ ગૌસ્વામી ઉવ.૩૦ રહે. મ.નં. ૧૧૬, શેરી નં ૦૨. પ્રમુખસ્વામીનગર ભુજને ઝડપી લીધા છે.
પોલીસે સેમસંગ કંપનીનો S-૨૬ અલ્ટ્રા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૪૦,૦૦૦/-
સમસંગ કંપનીનો S-૨૪ અલ્ટ્રા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૩૦,૦૦૦/-
એપલ કંપનીનો આઇફોન-૧૬ પ્રો મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૪૫,૦૦૦/-
એપલ કંપનીનો આઇફોન-૧૭ પ્રો મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૭૦,૦૦૦/-
ઓપ્પો કંપનીનો K13x મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-
રોકડા રૂપીયા- ૨૮,૯૮,૦૦૦/- સહિત રૂ. ૩૦,૮૮,૦૦૦/નો મુદામાલ જપ્ત કર્યો છે.
આ સફળ કામગીરી એલ.સી.બી.શાખા પોલીસ ઇન્સપેક્ટ૨ શ્રી જે.એમ.વાળા તથા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.જે.રાઠોડ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી.પટેલ તથા જે.ડી.૫૨મા૨ તથા એલ.સી.બી. શાખા પોલીસ સ્ટાફ તથા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા ક૨વામા આવેલ છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
