<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

વેજલપર આયુષ્‍માન આરોગ્‍ય મંદિરને રાષ્‍ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૫: મોરબી જિલ્લાના જાહેર આરોગ્‍ય ક્ષેત્રે વધુ એક સુવર્ણ સિદ્ધિનો ઉમેરો થયો છે. ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલા (NQAS) હેઠળ માળીયા તાલુકાના વેજલપર આયુષ્‍માન આરોગ્‍ય મંદિરને રાષ્‍ટ્રીય સ્‍તરે ગુણવત્તા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યું છે. આયુષ્‍માન આરોગ્‍ય મંદિર વેજલપર એ ગુણવત્તાના આકરા માપદંડોમાં શ્રેષ્ઠતા સિદ્ધ કરી છે.

ભારતમાં સરકારી આરોગ્‍ય સંસ્‍થાઓ માટે ફમ્‍ખ્‍લ્‍ એ ગુણવત્તાનું સર્વોચ્‍ચ માપદંડ માનવામાં આવે છે. આ સર્ટિફિકેશન મેળવવા માટે આરોગ્‍ય કેન્‍દ્રોએ જિલ્લા, રાજ્‍ય અને રાષ્‍ટ્રીય સ્‍તરે કરવામાં આવતા અત્‍યંત કડક મૂલ્‍યાંકનમાંથી પસાર થવું પડે છે. રાષ્‍ટ્રીય કક્ષાના એસેસરો દ્વારા હાથ ધરાયેલી આ તપાસમાં સેવા પ્રદાન, દર્દીના અધિકારો, ક્‍લિનિકલ કેર, સંસ્‍થાની સ્‍વચ્‍છતા અને સ્‍ટાફની કાર્યક્ષમતા જેવા વિવિધ પાસાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું. આ મૂલ્‍યાંકનમાં વેજલપર આયુષ્‍માન આરોગ્‍ય મંદિર ૮૮.૫૩% જેટલા ગુણ મેળવી રાષ્‍ટ્રીય સ્‍તરે ઝળકયું છે.

આ ઐતિહાસિક સિદ્ધિ બદલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર એ જિલ્લા આરોગ્‍ય તંત્ર અને બંને કેન્‍દ્રોના સ્‍ટાફને અભિનંદન પાઠવ્‍યા છે. મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્‍તવ અને જિલ્લા ક્‍વોલિટી એશ્‍યોરન્‍સ મેડિકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરિયાએ માળિયાના તાલુકા આરોગ્‍ય અધિકારી ડો. ડી.જી. બાવરવા, મેડિકલ ઓફિસર ડો. ઉર્જા ગોપાણી, કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસર ટ્‍વિન્‍કલ કણસાગરા તેમજ તમામ સ્‍થાનિક સ્‍ટાફને અભિનંદન પાઠવતા જણાવ્‍યું હતું કે આ સફળતા કર્મચારીઓના સમર્પણનું પરિણામ છે

(11:43 AM IST)