<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

મોરબીના આંદરાણા ગામે ૭.૩૬ લાખની ઘરફોડીનો એલસીબીએ ભેદ ઉકેલ્‍યોઃ બે તસ્‍કરો પકડાયા

મધ્‍યપ્રદેશની તસ્‍કર ટોળકી દિવસે રેકી કરી રાત્રીના બંધ મકાનને નિશાન બનાવ'તીઃ અન્‍ય ત્રણ સાગ્રીતોની શોધખોળ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૫: મોરબી તાલુકાના આંદરણા ગામે ૧૭ દિવસ પહેલા થયેલી ઘરફોડ ચોરીની ઘટનામાં મોરબી એલસીબી ટીમે બાતમીદાર નેટવર્કના આધારે ગુન્‍હાનો ભેદ ઉકેલી નાખી વાંકડા નજીક ઈંટોના ગડદા બનાવતી ફેકટરીમાં મજૂરી કરતા બે આરોપીઓને ઝડપી લઈ ચોરીમાં ગયેલ ૪.૫૩ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. ચોરીની આ ઘટનામાં અન્‍ય ત્રણ આરોપીઓના નામ પણ બન્ને ઝડપાયેલા આરોપીઓએ કબુલતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

પ્રાપ્‍ત  વિગતો મુજબ મોરબી તાલુકાના આંદરણા ગામે ગત તા.૧૮ જુલાઈના રોજ ફરિયાદી કમલેશભાઈ મેરામણભાઈ બોરાણાના મકાનને નિશાન બનાવી અજાણ્‍યા તસ્‍કરો રૂ.૭,૩૬,૯૦૦ના સોના ચાંદીના દાગીના, રોકડ તેમજ ઘડિયાળ સહિતની વસ્‍તુઓ ચોરી કરી ગયા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી હતી.ચોરીની આ ઘટનામાં મધ્‍યપ્રદેશની ગેંગ સંડોવયેલ હોવાની સાથે ચોરી કરનાર તસ્‍કરો મોરબી જિલ્લામાં મજૂરી કામ કરતા હોવાની બાતમી મળતા મોરબી એલસીબી ટીમે હ્યુમણસોર્સની ટીમને કામે લગાડી હતી.

દરમિયાન મોરબી એલસીબી ટીમને પાકી બાતમી મળી હતી કે, ચોરી કરનાર આરોપીઓ હાલમાં વાંકડા ગામ નજીક એક ઈટોના ગડદા બનાવતી ફેકટરીમાં કામ લરી રહ્યા છે.જેને પગલે એલસીબી ટીમે આરોપી સમરસસિંગ ઉર્ફે સમીર કાલુસીંગ દેવકા અને આરોપી સુરેશ ઉર્ફે સુરો ભુરસીંગ દેવકાને ઝડપી લેતા આરોપીઓએ ચોરીના આ કિસ્‍સામાં અન્‍ય ત્રણ આરોપીઓમાં અંતરસિંગ સદનસીંગ મકવાણા, રમેશ કાલુસીંગ દેવકા અને દિલીપ માના અનારે રહે.તમામ મધ્‍યઙ્ઘદેશ વાળાઓ પણ સાથે હોવાનું કબુલતા પોલીસે બન્નેની ધરપકડ કરી અન્‍ય ત્રણ આરોપીને ફરાર દર્શાવ્‍યા હતા.

પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોનાનું મંગળસૂત્ર (વજન રર.૮૫૦ ગ્રામ - કિંમત રૂા. ૧,રપ,૦૦૦/-) સોનાની બુટી સાથેનું (વજન ૧૨.૪૭૦ ગ્રામ - કિંમત રૂા. ૭૫,૦૦૦/-) સોનાનું માતાજીના ફોટાવાળું પેન્‍ડલ (કિંમત રૂા. પ૦,૦૦૦/-)સોનાનો પટ્ટીવાળો ચેઈન (કિંમત રૂા. પર,૪૦૦/-) સોનાનું એક્કનની ડિઝાઈનવાળું પેન્‍ડલ તથા ચેઈન (કિંમત રૂા. ૪૦,૦૦૦/-) સોનાની બુટી અને વીંટી (કિંમત રૂા. ૩૫,૪૦૦/-) ચાંદીના કડા અને મોબાઈલ ફોન નંગ-૩ (કિંમત રૂા. ૫૪,૯૦૦/-) મળી કુલ રૂ.૪,૫૩,૯૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો હતો.મધ્‍યપ્રદેશના વતની આરોપીઓ મોરબી વિસ્‍તારમાં મજૂરી કામની આડમાં દિવસ દરમિયાન રેકી કરી, રાત્રે બંધ મકાનોના નકૂચા તોડી ચોરીને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્‍યું છે.

(12:03 PM IST)