<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

બ્રહ્માકુમારીઝ અમરેલી દ્વારા યુવાઓ માટે, ઉઠો જગત કે વાસ્‍તે અને નશા મુકત ભારત અભિયાનમા ૧૧૫૧ યુવા વિદ્યાર્થી ભાઈ બહેનોએ શપથ લીધા

 

અમરેલી :..  બાબાપુ સર્વોદય આશ્રમ અને જનતા વિદ્યાલય, જાળિયા,વડેરા, મોટાઆંકડીયા તથા આદર્શ નિવાસી શાળા માંગવાપાળના કુલ ૧૧૫૧ યુવા ભાઈ બહેનોએ બે દિવસમાં બહ્માકુમારીઝ અમરેલી ધ્‍વારા ઉઠો જગત કે વાસ્‍તે તથા ૧૦ કરોડ નશા મુક્‍ત પ્રતિજ્ઞા મહા અભિયાનની શરૂઆતમાં જ પ્રતિશા તથા સાચી સફળતા માત્ર શૈક્ષણિક સિધ્‍ધિઓમાં નથી પરંતુ ઉતમ ચારિત્રય, સદગુણો અને આત્‍મબળ ના વિકાસમાં રહેલી છે. આત્‍મ વિશ્વાસ વધારવા વ્‍યસન, ફેશનની આંધળીદોડ અને મોબાઈલની ગુલામીમાંથી મુકત થઈ પોતાની નકારાત્‍મકઓ અને અવગુણો પર વિજય મેળવી આંતરિક શકિતઓને જાગળત કરવા બ.કુ, કિંજલબેને જણાવેલ. વિદ્યાર્થીઓને રોજ નિયમિત રાજયો ગ, ધ્‍યાન સકારાત્‍મક વિચાર અને મૂલ્‍યનિષ્ઠ જીવનશૈલી અપનાવી ચરિત્રવાન, ગુણવાન અને મહાન વ્‍યકિત બનવાના સંકલ્‍પ સાથે જીવનમાં આગળ વધવાનો સંદેશ બ.કુ, મિતાલીબેને આપેલ. વિકસિત ભારત અને શક્‍તિશાળી ભારતના નિર્માણ માટે ૧૦ કરોડ નશામુકત ભારત પ્રતિજ્ઞાઓ લેવડાવેલ. સર્વોદય આશ્રમ બાબાપુરના સંચાલિકા મંદાકીનીબેન પુરોહીતે  ભાગ લઈ વિદ્યાર્થીઓને ઓ અભિયાનમાં જોડાવા પ્રેરણા આપેલઅમરેલી સેવા કેન્‍દ્રના મુખ્‍ય સંચાલિકા બ.કુ.ગીતાબેનના માર્ગદર્શન તળે બ.કુ. કિંજલબેન, બ્ર.કુ. મિતાલીબેન,બ.કુ. અર્ચનાબેન બ.કુ. દિપકભાઈ બ.કુ. દક્ષાબેન,બ.કુ. બારડભાઈ, બ.કુ. પવિણાભઈ મેતલિયા સેવા આપી રહયા છે. તેમ ફિલ્‍ડ રીપોટર બ.કુ, આઈ.પી.બારડની યાદી જણાવે છે. (તસ્‍વીર અરવિંદ નિર્મળ અમરેલી)

(12:21 PM IST)