<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

વાત માત્ર કેશોદ વિસ્‍તારની છે! : આગાહીકારો જેવા ગાજીયા તેવો મેહ વરસ્‍યો નહીં !!

કારણ કોઈ પણ હોય, પ્રવર્તમાન ચોમાસા દરમિયાન મેઘરાજા અહીં આગાહીઓને ખોટી સાબિત કરે છે ! ગત શુક્રથી સોમ દરમ્‍યાન જુનાગઢ જિલ્લા સહિત સૌરાષ્‍ટ્ર- ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્‍ચે તંત્ર પણ એલર્ટ હતું, લોકો પણ માનસિક રીતે તૈયારીમાં હતા અને વરસાદી માહોલ પણ હતો છતાં સદ્દ ભાગ્‍યે અહીં વરસાદનો કોઈ પ્રભાવ જોવા ન મળ્‍યો

(સંજય દેવાણી દ્વારા) ગત તારીખ ૩૧ જુલાઈ થી ૩ ઓગસ્‍ટ દરમિયાન અતિ ભારે વરસાદ ની  આગાહી વચ્‍ચે કેશોદ સહિત જુનાગઢ જિલ્લામાં મા નોંધપાત્ર કહી શકાય તેવો કોઈ ખાસ વરસાદના  પ્રભાવ જોવા મળેલ નથી. ત્‍યારે આ તકે સંજોગોમા  વરસાદ વિશેની એક પ્રચલિત કાઠીયાવાડી  કહેવત યાદ આવે છે કે, ‘ ગાજ્‍યા મેહ વર્ષે નહીં ! ' પરંતુ હાલની સ્‍થિતિ વચ્‍ચે આ કહેવત ને ફેરવી ને કહેવી હોય તો કહી શકાય કે, ‘આગાહીકારો જેવા ગાજિયા તેવો મેહ વરસ્‍યો નહીં !!'

ગત તારીખ ૩૧ થી અંદાજે ચારેક દિવસ માટે જુનાગઢ જિલ્લા સહિત સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ ની જોરશોર થી આગાહી હવામાન વિભાગ સહિત ના આગાહીકારો દ્વારા સમાચાર માધ્‍યમોથી k આપવામાં આવેલ હતી. પરંતુ અત્રે  સામાન્‍ય રીતે ચોમાસુ સિઝન દરમિયાન ઊભો થતો રૂટીન માહોલ મુજબ છેલ્લા ત્રણ દિવસ થી સામાન્‍ય છુટુ-છવાયુ વરસાદી વાતાવરણ રહેતા આગાહી ની ખાસ કોઈ અસર જણાઇ ન હતી.

જોકે, અહીં આગાહીકારો દ્વારા કરવામાં આવેલ આવેલ આગાહીઓ (આગમ ચેતી) ને ખોટી ઠેરવવા ના કોઈ ઉદ્દેશ નથી ! આગાહી મુજબ સૌરાષ્‍ટ્ર - ગુજરાત ના કેટલાય વિસ્‍તારોમાં વરસાદ વરસેલ પણ છે. પરંતુ  કેશોદ વિસ્‍તાર ને આગાહી સાથે લાગે વળગે છે ત્‍યાં સુધી  કારણ કોઈ પણ હોય પણ ઙ્કવર્તમાન ચોમાસુ સિઝન દરમિયાન આ વિસ્‍તારમાં મેઘરાજા આગાહીકારો ને શ્નભાવઙ્ખ આપતા નથી અર્થાત આગાહીઓ ને ખોટી સાબિત કરે છે એ એક હકીકત છે !!

(1:16 PM IST)