News of Wednesday, 5th August 2026
ધ્રોલમાં ગેરકાયદે ઇંધણ ચોરીનો પર્દાફાશ : 32 લાખના મુદ્દામાલ સાથે 2 ઝડપાયા
પોલીસે પેટ્રોલ-ડીઝલ ભરેલું ટેન્કર, કેરબાઓ સહિતના મુદ્દામાલ સાથે મયુર બાલસરા અને સોમા નાંગેશને ઝડપી લીધા

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૫ : ધ્રોલ-લતીપર રોડ પર ગોકુલપરા વિસ્તારમાં જાહેર રોડ પર ઊભેલા ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ગેરકાયદે ચોરી કરતા બે શખ્સોને ધ્રોલ પોલીસની સર્વેલન્સ સ્કોડે ઝડપી પાડ્યા છે. પોલીસે પેટ્રોલ-ડીઝલ ભરેલું ટેન્કર, કેરબાઓ સહિત રૂ. 32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં મયુર બાલસરા અને સોમા નાંગેશ નો સમાવેશ થાય છે. પોલીસે બંને સામે ગુનો નોંધી ધ્રોલ પોલીસ દ્રારા વધુ તપાસ શરૂ કરી છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
