તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 5th August 2026
જામનગર હવે બનશે જર્મન ટેકનોલોજી આધારિત વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર
શિવ ઓમ અને હોરા ઇ-ટેક વચ્ચે વ્યૂહાત્મક સંયુક્ત સાહસની ઐતિહાસિક જાહેરાત : ‘મેક ઇન ઇન્ડિયા' થી શકય બન્યો ઐતિહાસિક કરારઃ ૭૫૦થી વધીને ૭૦૦૦થી વધુ લોકોને મળશે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૫: જામનગરના સયાજી હોટેલ ખાતે શિવ ઓમ અને જર્મનીની અગ્રણી કંપની હોરા ઇ-ટેક વચ્ચે વ્યૂહાત્મક સંયુક્ત સાહસ (Strategic Joint Venture)ની સત્તાવાર જાહેરાત ભવ્ય સમારોહમાં કરવામાં આવી હતી. ભારત અને જર્મનીના ઉદ્યોગજગતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમ જામનગરના ઔદ્યોગિક વિકાસમાં નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ બંને કંપનીઓના પ્રતિનિધિઓએ સંયુક્ત સાહસની રૂપરેખા રજૂ કરી હતી. છેલ્લા ૧૫ વર્ષથી વધુ સમયથી બંને કંપનીઓ વચ્ચે સફળ વ્યવસાયિક સંબંધો રહ્યા બાદ હવે આ ભાગીદારીને સત્તાવાર સ્વરૂપ આપવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં શિવ ઓમ કંપનીના સ્થાપક અને ચેરમેન શ્રી તોહલ ગોહિલ, હોરા ઇ-ટેક, જર્મનીના ડિર્ક નિસ્ટ્રાટ (Dirk Niestrat), બર્ન્ડ બર્ગ‘ાઇડર (Bernd Bergschneider), શિવ ઓમના પરાક્રમસિંહ જાડેજા તથા યશ ગોહિલ મંચસ્થ રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના સંબોધનમાં ભારત-જર્મની વચ્ચેના ઔદ્યોગિક સહયોગ, અદ્યતન ટેક્રોલોજીના આદાન-પ્રદાન અને વૈશ્વિક ગુણવત્તાના ઉત્પાદન માટે આ સંયુક્ત સાહસને ઐતિહાસિક ગણાવ્યું હતું.
જર્મનીના પ્રતિનિધિઓએ પણ ભારતની ઔદ્યોગિક પ્રગતિ અને શિવ ઓમની ઉત્પાદન ક્ષમતાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આ સંયુક્ત સાહસ બંને દેશો વચ્ચેના ઔદ્યોગિક સહયોગને વધુ મજબૂત બનાવશે. જર્મન ટેકનોલોજી અને ભારતીય કુશળતાના સમન્વયથી વૈશ્વિક ધોરણોના ઉત્પાદનોનું ઉત્પાદન થશે અને વિશ્વબજારમાં તેની સ્પર્ધાત્મકતા વધુ મજબૂત બનશે.
જર્મનીના પ્રતિનિધિઓએ પણ ભારતની ઔદ્યોગિક પ્રગતિ અને શિવ ઓમની ઉત્પાદન ક્ષમતાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આ સંયુક્ત સાહસ બંને દેશો વચ્ચેના ઔદ્યોગિક સહયોગને વધુ મજબૂત બનાવશે. જર્મન ટેક્રોલોજી અને ભારતીય કુશળતાના સમન્વયથી વૈશ્વિક ધોરણોના ઉત્પાદનોનું ઉત્પાદન થશે અને વિશ્વબજારમાં તેની સ્પર્ધાત્મકતા વધુ મજબૂત બનશે.
આ પ્રસંગે ઉદ્યોગજગતના અગ્રણી ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ડીલર્સ, બિઝનેસ પાર્ટનર્સ, ગ્રાહકો તથા આમંત્રિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
આ વ્યૂહાત્મક સંયુક્ત સાહસ માત્ર શિવ ઓમ અને હોરા ઇ-ટેક માટે જ નહીં, પરંતુ જામનગર, ગુજરાત અને સમગ્ર ભારતના ઔદ્યોગિક વિકાસ માટે એક ઐતિહાસિક સીમાચિホ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ ભાગીદારીના પરિણામે જામનગર વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે નવી ઓળખ પ્રાપ્ત કરશે અને ભારતને વિશ્વના ઉત્પાદન ક્ષેત્રમાં વધુ મજબૂત સ્થાન અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
