<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

જામનગરનાં આરબલુસમાં ૬૯.૫૫ લાખનો દારૂ ઝડપાયોઃ ૬ ફરાર

ટ્રેકટર, કન્‍ટેનર, ટ્રક સહિત ૧.૩૦ કરોડનો મુદ્દામાલ ઝડપાયોઃ આરોપીઓની શોધખોળ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૫: લાલપુર પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. ટીનુભા બચુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪-૮-ર૦ર૬ ના આરબલુસ ગામની દક્ષિણ બાજુએ આવેલ સીમ વિસ્‍તારમાં વગડીયાના છેલ્લા પાસે આવેલ કનકસિંહ ફુતેસંગ વાળાની ખેતીની જમીનમાં આરોપીઓ હરદેવસિંહ મંગળસિંહ જાડેજા, ભાવેશભાઈ જેઠાભાઈ પરમાર,  દશરથસિંહ વનરાજસિંહ જાડેજા, એ  ગેરકાયદેસર પાસ પરમીટ વગર વેચાણ અર્થે તેમના હાલના કબ્‍જા ભોગવટાની વાડીએ ગોડાઉનમાં ઉતારી તથા  ટ્રેકટર જેના રજી.નં. જી.જે.૧૦-એએમ-૭૮૮૮ નો ચાલક તથા એક ગ્રે કલરનીએકસ્‍યુવી કારનો ચાલક એ ટ્રેકટરની ટ્રોલીમાં અલગ અલગ બ્રાન્‍ડની ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૯,૦ર૪ જેની કિંમત રૂ.૬૯,પપ,પ૪૮/- તથા ચપટા નંગ-૧૮,૦૦૦, જેની કિમંત રૂ.૩૬,૦૦,૦૦૦/ તથા ટ્રેકટર ની કિંમત રૂ.૪,૦૦,૦૦૦/- તથા ટ્રોલ જેની કિંમત રૂ.૧,૦૦,૦૦૦/- તથા કન્‍ટેનર ટ્રક જેના રજી.નં. એનએલ-૦૧-એ કે-ર૯૪૦ જેની કિંમત રૂ.ર૦,૦૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧.૩૦,પપ,પ૪૮/- નો રાખી રેઈડ તમામ આરોપીઓ ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફલ્લા ગામે જુગાર રમતા

ત્રણ ઝડપાયા

જામનગર : પંચ એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કમલેશભાઈ અમુભાઈ ખીમાણીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪-૮-ર૦ર૬ ના ફલ્લા ગામે ભગવતીપરામા ભરત પ્રભુભાઈ રાઠોડના મકાન સામે આરોપી હરીભાઈ દાનાભાઈ રાઠોડ, સુરેશભાઈ કનુભાઈ રાઠોડ, દિપકભાઈ ગોળજીભાઈ રાઠોડ એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧ર૭પ૦/-ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ચોથા માળેથી પટકાતા મહિલાનું મોત

જામનગર : અહીં પટેલ કોલોની વિકાસગૃહ રડ, કંચનદીપ એપાર્ટમેન્‍ટ, ફલેટ નં.૪૦૧ માં રહેતા વત્‍સલભાઈ વિપુલભાઈ પટ્ટણી, ઉ.વ.ર૭ એ સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૪-૮-ર૦ર૬ ના મરણજનાર નિકીતાબેન વત્‍સલભાઈ વિપુલભાઈ પટ્ટણી, ઉ.વ.રપ વાળા પોતાના ઘરની બાલ્‍કની માંથી ચોથા માળેથી નીચે પડી જતા જામનગરની જી.જી.હોસ્‍પિટલમાં લઈ આવતા ત્‍યાં ફરજ પરના ડોકટરે તપાસી મરણ થયેલાનું જાહેર કરેલ છે.

(12:50 PM IST)