<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

જામનગર જિલ્લાના રાષ્ટ્રીય કક્ષાએ મેડલ વિજેતા તેમજ ભાગ લેનાર ખેલાડીઓ શિષ્યવૃત્તિ અને વૃત્તિકા માટે અરજી કરી શકશે

ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી તા. ૩૧/૧૨/૨૦૨૬ સુધીમાં ફરિજિયાત તમામ દસ્તાવેજોની નકલ સાથે હાર્ડ કોપીમાં જિલ્લાના રમત-ગમત અધિકારીની કચેરીએ મોકલવાની રહેશે

જામનગર: અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ દ્વારા આયોજિત અને રાષ્ટ્રીયક્ષાના વર્ષ–૨૦૨૫-૨૬ ની સ્પર્ધાઓમાં રાષ્ટ્રીયક્ષાએ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીયક્ષાએ ભાગ લીધેલ ખેલાડીઓને વૃત્તિકા માટેની ઓનલાઈન અરજી તા. ૩૦/૧૨/૨૦૨૬ સુધીમાં https://sportsauthority.gujarat.gov.in/ પર કરવાની રહેશે.
    જે મુજબ શિષ્યવૃત્તિ અને વૃત્તિકાની ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી તા. ૩૧/૧૨/૨૦૨૬ સુધીમાં ફરિજિયાત તમામ દસ્તાવેજોની નકલ સાથે હાર્ડ કોપીમાં જિલ્લાના રમત-ગમત અધિકારીની કચેરી, ક્રિકેટ બંગલો, જીલ્લા પંચાયતની સામે, જામનગર ખાતે મોકલી આપવાની રહેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી બી.જે.રાવલિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(9:31 PM IST)