<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા મૃતક ખેડૂત ખાતેદારોના વારસદારોને રૂ.૫-૫ લાખના સહાય ચેકનું વિતરણ

ગોંડલ,તા.૬: માર્કેટિગ યાર્ડ દ્વારા ખેડૂત હિતલક્ષી કામગીરીના ભાગરૂપે આકસ્‍મિક અવસાન પામેલા ખેડૂત ખાતેદારોના વારસદારોને આર્થિક સહાયરૂપે રૂ. ૫-૫ લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

ધારાસભ્‍યના પ્રતિનિધિ તથા યુવા અગ્રણી ગણેશભાઈના હસ્‍તે કમઢિયા ગામના સ્‍વ. વલ્‍લભભાઈ ગેડીયાના વારસદારો, વાસાવડ ગામના સ્‍વ. મનસુખભાઈ મોરીના વારસદારો તેમજ દેવચડી ગામના સ્‍વ. ભુપતભાઈ કુમરખાણિયાના વારસદારોને રૂ. ૫-૫ લાખના સહાય ચેક અર્પણ કરવામાં આવ્‍યા હતા.

ગોંડલ માર્કેટિગ યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયા, વાઇસ ચેરમેન ધર્મેન્‍દ્રસિંહ જાડેજા સહિત યાર્ડના આગેવાનો અને સંબંધિત પરિવારજનો ઉપસ્‍થિત રહ્યા હતા.ગોંડલ માર્કેટિગ યાર્ડ દ્વારા ખેડૂતો અને તેમના પરિવારોના કલ્‍યાણ માટે સતત વિવિધ હિતલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આર્થિક સંકટની ઘડીમાં આવી સહાય પરિવારોને ઉપયોગી સાબિત થાય છે અને યાર્ડની ખેડૂત કલ્‍યાણ પ્રત્‍યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)

(10:34 AM IST)