<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

પોરબંદર પોલીસ દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ

 

 પોરબંદર : મહિલા પોલીસ સ્‍ટેશનના ઇન્‍સ્‍પેકટર આર.જે.રામ તથા પીએસઆઇ એ.સી.નિમાવત  તથા પો.કોન્‍સ. વર્ષાબેન નાઓ સાથે રહીને ચમ ઇંગ્‍લીશ મીડિયમ સ્‍કુલના આશરે ૬૦ વિદ્યાર્થીઓને પોતાની સુરક્ષા માટે ગુડ ટચ બેડ ટચ વિષેની માહિતી આપેલ તેમજ કોઇ હેરાન પરેશાન કરે અથવા ખરાબ રીતે અડપલા કરતા હોય તો તમારા માતા-પિતા અથવા સ્‍કુલના ટીચરને જાણ કરવી તેમજ સ્‍કુલમાંથી છુટો ત્‍યારે કોઇ અજાણી વ્‍યક્‍તિ કોઇપણ ખાવા માટેની ચીજ વસ્‍તુ આપેતો ન લેવી. તેમજ કોઇ અજાણી વ્‍યક્‍તિ તેમની સાથે તેમના ઘરે લઇ જવા માટે કહેતો તેમની સાથે ના જવું જોઇએ તેવી સમજ કરેલ  બાળકોને રક્ષણ આપતો અધિનિયમ પોકસો વિષે માહિતગાર કરેલ. બાળકોને ચિલ્‍ડ્રન હેલ્‍પલાઇન નંબર ૧૦૯૮ વિશેનો ઉપયોગ કેમ કરવો એ માહિતગાર કરેલ. સાયબર ક્રાઈમ ઓફેન્‍સ માટેનો ૧૯૩૦ નંબર વિષે માહિતી આપેલ છે તેમજ શાળા અને કોલેજ માં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીની બહેનો અભ્‍યાસ કરીને ઘરે પરત થવા માટે જતા હોય ત્‍યારે કોઇ આવારા તત્‍વો હેરાન પરેશાન કરે સેલ્‍ફ ડિફેન્‍સ તેમજ પોતાની સુરક્ષા કઈ રીતે કરવી તે અંગે જાણકારી આપી તેમજ શાળા તથા કોલેજ આવતા જતા રસ્‍તામાં હીરો બની રોમિયોગીરી કરતા ઇસમોથી બચીને રહેવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ આવા કોઈ ઇસમ જણાઈ આવે તો ૧૧૨ નંબરમાં ફોન કરી પોલીસને જાણ કરવા અપીલ કરી મહીલાઓને લગત સી-ટીમની કામગીરી કરેલ જેમા છેડતી, સાયબર ક્રાઈમ (૧૯૩૦), પોકસો જેવા બનાવોમાં કઈ રીતે મદદ રૂપ પોલીસ તથા ૧૮૧ થાય તેના વિશે માહિતી આપેલી. તેમજ ટ્રાફિકના નિયમો વિષેની જાણકારી આપેલ તેમજ ઇન્‍સ્‍ટાગ્રામ તથા ફેસબુક સાવચેતીથી વાપરવું તેવી સમજ કરેલ તે વિશે જરૂરી માર્ગદર્શન આપેલ હતું તે તસ્‍વીર. (તસ્‍વીરઃ પરેશ પારેખ-પોરબંદર)

(12:18 PM IST)