તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
સુત્રાપાડાના લોઢવા ગામે સીડી ઉતરતી વખતે પડી જતાં મનિષ સોલંકીનું મોત
ઘરમાં એકલો જ રહેતો હતોઃ ૩૫ વર્ષિય યુવાને સારવાર દરમિયાનમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ ૬: ગીર સોમનાથ તાબેના સુત્રાપાડા નજીકના લોઢવા ગામે રહેતો યુવાન ઘરમાં સીડી ઉતરતી વખતે લપસી પડતાં માથામાં ઇજા થવાથી મોત નિપજ્યું છે. આ યુવાન ઘરમાં એકલો જ રહેતો હતો.
જાણવા મળ્યા મુજબ લોઢવા ગામે રહેતો મનિષભાઇ દાનાભાઇ સોલંકી (ઉ.વ.૩૫) નામનો યુવાન તા. ૨/૮ના સાંજે આઠેક વાગ્યે ઘરમાં સીડી પરથી પટકાતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેણે ફોન કરી સગાને જાણ કરતાં સારવાર માટે સુત્રાપાડા, જુનાગઢ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. અહિ ગત મોડી રાતે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે સુત્રાપાડા પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર મનિષભાઇ ફેબ્રીકેશનનું મજુરી કામ કરતો હતો. સગાના કહેવા તે બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. અગાઉ તેમના એક ભાઇનું અવસાન થઇ ગયુ હતું. બહેન સાસરે છે. માતા-પિતા હયાત ન હોઇ પોતે એકલો જ રહેતો હતો. રાજકોટમાં પોસ્ટમોર્ટમ બાદ સગા સંબંધી મૃતદેહને અંતિમવિધી માટે વતન લઇ ગયા હતાં.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
