News of Thursday, 6th August 2026
ઉંચડી ગામના બાઇક સવાર યુવાનનું ટ્રક પાછળ ઘુસી જતા મોત
કંકોત્રી લઈ ભાવનગરથી નીકળ્યા ને તણસા નજીક કાળ આંબી ગયો

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૬: તળાજા તાલુકાના ઉંચડી ગામના યુવાન જે કર્મકાંડ સાથે સિદસર ખાતે તબેલો ધરાવીને પશુપાલનનો વ્યવસાય કરેછે તે બાઇક હંકારીને ભાવનગરથી ઉંચડી આવીરહ્યા હતા. તણસા નજીક પહોંચતા આગળ રહેલા ટ્રકપાછળ ફુલસ્પીડમા બાઇક ઘુસાડી દેતા સ્થળપરજ ભુદેવ યુવાનના મસ્તકમાંથી એટલી સ્પીડમાં લોહીવહી ગયું હતું કે ક્ષણભરમાં અહીંલોહીનું મોટું ખાબોચિયું ભરાઈ ગયુંહતું. કર્મકાંડી બ્રાહ્મણ યુવાન કરણ મનુભાઈ જોષી ઉ.વ.૩૨ ભાવનગરથી કંકોત્રી લઈને પોતાના ઉંચડી ગામ તરફ એકલાજ બાઇક હંકારી ને આવીરહ્યા હતા.આ સમયે તણસા ગામ નજીકથી પસાર થતા હતા ત્યારે ફોર વહીલો લઈને જતા ટોરસ ટ્રક પાછળ ઘુસી જતા યુવાનનુ સ્થળપર જ મોત નિપજતા ટ્રાફિક અનવ સ્થાનિક પોલીસ સ્થળપર પહોંચીગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવાનું લોહી ઉડીને ટ્રકમા પણ ચોંટીગયું હતું. રોડ પર ફેલાઈ ગયુ હતું. યુવક સીદસર ખાતે ભેશનો તબેલો ધરાવે છે ને પશુપાલનનો કર્મકાંડની સાથે વ્યવસાય કરે છે. મળતક યુવાનનું સાસરું ભડીગામે છે. મામાની દીકરી સાથેજ તેમના લગ્ન થયા હતા. બે માસૂમ સંતાનો છે. અકસ્માત સમયે પત્ની અને બાળકો મોસાળમા હતા. બનાવની જાણ ઉંચડી ગામે થતા ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. મળતકના મમી પાપાને દુઃખદ વાવડ કોઈ આપી શકવાની હિંમત કરી શકતું ન હતું. મળતકનું પી.એમ ભાવનગર કરવીને અંતિમવિધિ વતન ઉંચડી ખાતે કરાઈ. તેમાં ગામના લોકો સ્મશાનયાત્રામા જોડાયા હતા.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
