<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

નરેન્‍દ્રભાઈ સાથે માનસિંહ પરમારની મુલાકાત

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા. ૬: વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી સાથે ગુજરાત રાજ્‍યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારે સૌજન્‍ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના વિકાસ, પર્યાવરણ સંરક્ષણ, મત્‍સ્‍ય ઉદ્યોગ અને દરિયાકાંઠાના લોકોની સમસ્‍યાઓ અંગે વિસ્‍તળત ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રીએ સ્‍થાનિક મુદ્દાઓને ધ્‍યાનથી સાંભળીને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

(11:44 AM IST)