તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
હડમતાળા જીઆઇડીસીના કારખાનામાં જૂગાર રમતા રાજકોટના ત્રણ સહિત પાંચ પકડાયા
રોહિત બોઘરાના કારખાનામાં રૂરલ એલસીબીનો દરોડોઃ ૧.૮ર લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ તા. ૬ :.. હડમતાળા જીઆઇડીસીના કારખાનામાં રૂરલ એલસીબીએ દરોડો પાડી જૂગાર રમતા રાજકોટના ત્રણ સહિત પાંચ શખ્સોને ૧.૮ર લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.
મળતી વિગતો મુજબ હડમતાળા જીઆઇડીસી વિસ્તારમં આવેલા રોહિત વિનોદભાઇ બોઘરા રહે. ગોંડલ વલ્લભનગર સોસાયટી વાળા કબજા ભોગવટા વાળા પોલાડ સીમેન્ટના કારખાનામાં પહેલા માળે રૂમમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા રૂરલ એલસીબીની ટીમે દરોડો પાડી જૂગાર રમતા કારખાનેદાર, (૧) રોહિત વિનોદભાઇ બોઘરા, ધંધો વેપાર, રહે. ગોંડલ (ર) અરવિંદ ગોરધનભાઇ બોકરવાડીયા ધંધો ખેતીકામ, રહે. દેરડી કુંભાજી તા. ગોંડલ (૩) વિપુલ કાનજીભાઇ બેચરા, ધંધો વેપાર રહે. ઉમીયાજી કૃપા, સુભાષનગર મેઇન રોડ, રાજકોટ (૪) મનિષ રસીકભાઇ સોંડાગરા, ધંધો કન્ટ્રકશન કામ રહે. રાજકોટ, મવડી હેડ કવાટર્સની બાજુમાં અંબિકા ટાઉનશીપ બી.-૧૦૧, રાજકોટ, તથા (પ) બ્રિજેશ ઉર્ફે લાલો જેન્તીભાઇ કુકડીયા ધંધો વેપાર રહે. રાજકોટ જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશીપ બી-૧૦૧ રાજકોટને રોકડા રૂપિયા ૬ર,૪૦૦ અલગ અલગ કલરના ટોકન નં. ૧૬૦, ગંજીપતાના પાના, તથા મો. ફોન નં. પ, કિ. ૧,ર૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૮ર,૪૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી કોટડાસાંગાણી પોલીસને હવાલે કર્યા હતાં.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
