તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
અનઅધિકૃત ફીશીંગ કરતી બોટ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી સોમનાથ મરીન પોલીસ

વેરાવળઃ કદવાર, હિરાકોટ બંદર ફીશ લેન્ડીંગ પોઇન્ટ ખાતે દરીયાઈ વિસ્તારમાં મત્સ્યઉદ્યોગ કમીશનરશ્રી ગાંધીનગરના પરીપત્ર નંબર સી ઓ એફ ૦૫૩૯/૦૪/૨૦૨૬ તા ૧૨/૦૫/૨૦૨૬ મુજબ તા ૦૧/૦૬/૨૦૨૬થી તા.૧૫/૦૮/૨૦૨૬ સુધી દરીયામાં માચ્છીમારી કરવા ઉપર તથા મચ્છીના વેચાણ ઉપર -તિબંધ હોવા છતા દરીયામાં ગેરકાયદેસર ફીશીંગ કરવા જઇ ફીશીંગ કરતી ત્રણ બોટ મળી આવતા ગુજરાત મત્સ્યઉદ્યોગ નિયમો ૨૦૦૩ના નિયમ ૬/૧(ટ) મુજબનો ગુન્હો નોંધી પકડાયેલ આરોપી (૧) સોયબભાઇ જાફરભાઈ ખારીયા, મચ્છીયારા, (૨) દાઉદભાઈ ઓશમાણભાઇ મોવાણા, મચ્છીયારા, (૩) અંજલભાઇ સલીમભાઈ ખરાઇ, મચ્છીયારા, સામે એમ.જી.વસાવા, પોલીસ ઇન્સ્પેકટર, સોમનાથ મરીન પોલીસ સ્ટેશન,ઘનશ્યામભાઇ કિશનભાઇ બામણીયા, પોલીસ કોન્સટેબલ એ કાર્યવાહી કરી હતી.
(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
