તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
બોટાદમાં માનવતા શર્મસાર : સળગતા કચરાના ઢગલામાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળ્યો
કાદર શેઠની વાડી વિસ્તારમાં આવેલ સળગતા કચરાના ઢગલામાં નવજાત શિશુનો મૃતદેહ મળતા પોલીસ કાફલો પહોંચ્યો: નિર્દયી કરતૂત કરનાર દોષિતોને તાત્કાલિક શોધીને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ

બોટાદ શહેરમાંથી માનવતાને શર્મસાર કરતી અને હૃદય ધ્રૂજાવી દેતી એક અત્યંત કમનસીબ ઘટના સામે આવી છે. બોટાદના કાદર શેઠની વાડી વિસ્તારમાં આવેલ સળગતા કચરાના ઢગલામાંથી એક માસૂમ નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે.
આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને નવજાત શિશુના મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. આવી નિર્દયી કરતૂત કરનાર દોષિતોને તાત્કાલિક શોધીને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માગ કરી રહ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
