<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

જામનગર આઈ.ટી.આઈ. ખાતે ૧૦ ઓગસ્ટે એપ્રેન્ટિસ ભરતીમેળાનું આયોજન

​વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા સ્થળ પર જ પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે:ઉમેદવારોને જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવા અનુરોધ

​(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૦૬ : ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગર દ્વારા આગામી તા.૧૦/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સંસ્થાના કેમ્પસમાં એપ્રેન્ટિસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાયક ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરશે. આ મેળામાં સહભાગી થવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાના બાયો-ડેટા, શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલ અને પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે કોન્ફરન્સ રૂમ, ત્રીજો માળ, આઈ.ટી.આઈ. કેમ્પસ, જામનગર ખાતે નિયત સમયે હાજર રહેવાનું રહેશે. આ તકનો મહત્તમ લાભ લેવા આઈ.ટી.આઈ. જામનગર દ્વારા જણાવાયું છે.

 

(4:54 PM IST)