News of Thursday, 6th August 2026
ભુજમાં બ્રેનડેડ જાહેર થયેલા યુવાન જીગ્નેશભાઈ યાદવના પરિવારે બે કિડની અને લિવરનું દાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું :ત્રણ દર્દીઓને નવજીવન મળવાની આશા જાગી
ભુજ હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરી વિશેષ એમ્બ્યુલન્સ દ્વારા અંગો એરપોર્ટ તરફ રવાના:પરિવારના નિર્ણયને સર્વત્ર પ્રશંસા

કચ્છના ભુજમાં બ્રેનડેડ જાહેર થયેલા યુવાન જીગ્નેશભાઈ યાદવના પરિવારે બે કિડની અને લિવરનું દાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ અંગદાનથી ત્રણ દર્દીઓને નવજીવન મળવાની આશા જાગી છે. ભુજ હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરી વિશેષ એમ્બ્યુલન્સ દ્વારા અંગો એરપોર્ટ તરફ રવાના કરવામાં આવ્યા હતા. પરિવારના નિર્ણયને સર્વત્ર પ્રશંસા મળી રહી છે
ભુજ શહેરમાંથી માનવતાને મૂર્તિમંત કરતો એક અત્યંત પ્રેરણાદાયી અને ભાવુક કિસ્સો સામે આવ્યો છે. પરિવારના યુવાન સ્વજનના દુઃખદ અવસાન બાદ શોકમાં ડૂબેલો પરિવાર આખો દેશી-વિદેશી દુનિયા માટે મિસાલ બની ગયો છે. બ્રેનડેડ જાહેર થયેલા જીગ્નેશભાઈ યાદવના પરિવારજનોએ અસાધારણ હિંમત દાખવીને અંગદાન કરવાનો મોટો અને પવિત્ર નિર્ણય લીધો છે, જેનાથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળવાની આશા બંધાઈ છે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
