<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ.

રોજગારીની ઉત્તમ તક: ધોરણ 5 પાસ ઉમેદવારો માટે 'LIVE' યોજના અંતર્ગત મફત તાલીમ સાથે સ્ટાઈપેન્ડની સુવિધા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી: ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), મોરબી ખાતે પ્રવેશ કાર્યક્રમ 2026-2027 ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશનના માધ્યમથી ક્લસ્ટર બેઝ્ડ લોકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશન એજ્યુકેશન (LIVE) યોજના અંતર્ગત સિરામિક ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારિત શોર્ટ ટર્મ (ટૂંકાગાળાના) કોર્સ શરૂ ક૨વામાં આવનાર છે.
આ ટૂંકાગાળાના કોર્સમાં તાલીમ મેળવી યુવાનો ટૂંકા સમયમાં રોજગારી કે સ્વરોજગારી મેળવી શકે તે માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ITI મોરબી ખાતે નીચે મુજબના કોર્સ ઉપલબ્ધ છે:
લેબ ટેકનીશ્યન ઓફ સીરામીક બોડી પ્રીપરેશન
પ્રવેશ લાયકાત: ધોરણ 5 પાસ
સમયગાળો (કલાકોમાં): 240 + 100 OJT
લેબ ટેકનીશ્યન ઓફ સીરામીક ગ્લેઝ પ્રીપરેશન
પ્રવેશ લાયકાત: ધોરણ 5 પાસ
સમયગાળો (કલાકોમાં): 240 + 100 OJT
ગ્લેઝીંગ ઓપરેટર (સિરામિક)
પ્રવેશ લાયકાત: ધોરણ 5 પાસ
સમયગાળો (કલાકોમાં): 250 + 60 OJT
સ્ટાઈપેન્ડ અને સંપર્કની માહિતી:
આ કોર્સમાં હાજરીને ધ્યાને લઈ તાલીમાર્થીઓને નિયમ અનુસાર સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવશે. રજિસ્ટ્રેશન કરવા તથા વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય 10:00 થી 17:00 કલાક દરમિયાન ITI મોરબી (મહેન્દ્રનગર ચોકડી, હળવદ રોડ, મોરબી-363642) નો રૂબરૂ સંપર્ક ક૨વાનો રહેશે.
રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રોની નકલ:
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
છેલ્લું ધોરણ પાસ કર્યાની માર્કશીટ
જાતિનું પ્રમાણપત્ર
બેન્ક પાસબૂકના પ્રથમ પાનાની નકલ
આધારકાર્ડ / ચૂંટણીકાર્ડની નકલ
પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
વધુ માહિતી માટે સંપર્ક:
Ceramic Division, Block No-5
R.R. Halvadia
સંપર્ક નંબર: 9726599910 

(11:00 PM IST)