<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

જામનગરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા બે મહિલા અને બે પુરુષોને 85 હજારના મુદામાલ સાથે ઝડપી લેવાયા

જામનગર એલસીબીએ પટેલપાર્ક-5 પ્લોટ નં 21/બી રહેણાંક મકાનમાં દરોડો પાડીને બે મહિલા સહીત ચાર લોકોને ઝડપી લીધા

જામનગર: શહેરમાં રહેણાક મકાનમાં ગંજીપાના વડે જુગાર રમી રોકડ રૂપિયા, મો.ફોન, વિગેરે મળી કુલ કિ.રૂ.૮૫,૦૦૦/- ના મુદામાલ સાથે ચાર સ્ત્રી, પરૂષોને જામનગર એલસીબીએ ઝડપી પાડ્યા છે 

  નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય (IPS) નાઓએ જામનગર જીલ્લામાં દારૂ જુગારના કેશો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક  ડો. રવિ મોહન સેની (IPS) નાઓએ જામનગર જીલ્લામાં દારૂ જુગારના કેશો કરવા અંગે એલ.સી.બી. ના પો.ઈન્સ.ને સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.બી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ. એલ.સી.બી.ના પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો એ દારૂ જુગારના કેસો સોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના બયપાલસિંહ જાડેજા તથા સુમીતભાઈ શિયાર તથા અજયભાઈ વીરડા,ને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમા પટેલપાર્ક-૫ પ્લોટ નં-૨૧/બી જામનગર ખાતે આકાશભાઈ કાન્તીલાલ ગંઢા રહે.પટેલપાર્ક-૫ પ્લોટ નં-૨૧/બી જામનગર વાળા પોતાના મકાનમાં પ્રવિણભાઈ મેરામણભાઈ ચાવડા રહે.હાબરડીગામ તા.કલ્યાણપુર જી.દેવભુમી દ્રવારકા વાળા સાથે મળી રહેણાક મકાન જુગાર રમાડતા નીચે લખ્યા નામ વાળા સ્ત્રી પરૂષોને રોકડ રૂપિયા ૮૦,૦૦૦/-તથા મોબાઈલ ફોન નં-૧ કિ.રૂ.૫૦૦૦/-મળી કુલ કિ.રૂ.૮૫,૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર વિરૂધ્ધ ક્રિપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઇ. શ્રી એમ.વી.ભાટીયા એ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
(૧) પ્રવિણભાઈ મેરામણભાઈ ચાવડા જાતે આહીર રહે.હાબરડી ગામ તા.કલ્યાણપુર જી.દેવભુમી હવારકા
(2) ધાભાઈ હાજાભાઈ લાંબરીયા જાતે ભરવાડ રહે.હસ્થળગામ તા.જામખંભાળીયા જી.દેવભુમી દ્રવારકા
(૩) નયનાબેન વા/ઓ રાજેશભાઈ બાબા ટુભાઈ બુધ કંસારા રહે પટેલપાર્ક કાલીંદી સ્કુલ પાછળ જામનગર
(૪) લતાબેન વા/ઓ ચંદ્રકાન્ત તુલસીદાસ ગાંધી જાતે વાણીયા રહેવાસી ગુલાબનગર જામનગર
આ કાર્યવાહી પો.ઈન્સ. વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, નાનજીભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(11:55 PM IST)