તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
રાણાવાવથી રાજકોટ બોલેરો લેવા આવી રહેલા બે યુવાન ટ્રકની ઠોકર ચડી જતાં એકનું મોત
ડુમીયાણી-સુપેડી વચ્ચે બાઇકને પાછળથી ટ્રકે ઠોકરે લીધું: મહેશ મકવાણા અને સંજય સોમાણીને રાજકોટ ખસેડાયાઃ મહેશનું મોતઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૭: રાણાવાવ નજીક ડુમીયાણી-સુપેડી વચ્ચેના રસ્તા પર બાઇકને પાછળથી ટ્રકે ઠોકરે લેતાં બાઇકસવાર રાણાવાવ વાગડીયાવાસના મહેશભાઇ રમેશભાઇ મકવાણા (ઉ.વ.૩૨) અને કુટુંબી ભાઇ સંજયભાઇ વેલજીભાઇ સોમાણી (ઉ.વ.૨૩) રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં બંનેને ઉપલેટા, ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાંથી મહેશભાઇનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
મહેશભાઇ બે ભાઇમાં નાના તથા અપરિણીત હતાં તે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. જ્યારે સંજયભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના છે. તેને સંતાનમાં બે દિકરા છે. તે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. સંજયભાઇને રાજકોટથી સેકન્ડમાં બોલેરો લેવાની હોઇ બંને ભાઇઓ બોલેરો લેવા માટે બાઇક પર રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે ડુમીયાણી-સુપેડી વચ્ચેના રસ્તા પર આ અકસ્માત નડયો હતો. સવારે સારવારમાં મહેશભાઇએ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધોરાજી તાલુકા પોલીસને બનાવની જાણ કરી હતી.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
