તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
સુરેન્દ્રનગર જીલ્લામાં ડબ્બા ટ્રેડિંગ-સટ્ટા બેટિંગમાં પ૩ આરોપીઓ સામે કાર્યવાહી
રોકડ રકમ, લેપટોપ, મોબાઇલ સહિતનો મુદ્માલ જપ્તઃ મુખ્ય આરોપી વૈભવ અડાલજા ફરાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૭ :.. જિલ્લામાં ચાલતા શેરબજારના ડબ્બા ટ્રેડિંગ અને સટ્ટા બેટિંગના દૂષણને નાબૂદ કરવા માટે એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુકત રીતે મોટી કાર્યવાહી કરાઈ છે.
આજે સતત બીજા દિવસે પણ પોલીસે સુરેન્દ્રનગરના સિટી બી ડિવિઝન વિસ્તારમાં જિનતાન રોડ પર શેરબજારના ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ ઉપર ધાડ પાડી છે. દરમિયાન ગેરકાયદે ટ્રેડિંગ સાથે સંકળાયેલા કુલ ૫૩ સટોડિયા, બુકીઓના નામોનો પર્દાફાશ થયો છે.
પોલીસના દરોડા દરમિયાન ઘટના સ્થળેથી રૂ. ૮૬,૬૦૦ રોકડા, ૧ લેપટોપ અને ૫ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. મુખ્ય આરોપી વૈભવ અડાલજા પોલીસની રેડ પહેલાં જ ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત અન્ય મુખ્ય આરોપીઓ રીન્કુ, યતીન, શૈલેષભાઈ, અક્ષય, રિધેશ શાહ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.
રાજકોટ રેન્જ અને જિલ્લા એલસીબીની આ આક્રમક અને કડક કામગીરી બાદ સમગ્ર જિલ્લામાં ચાલતા ગેરકાયદે સટ્ટા અને શેરબજારના ડબ્બા ટ્રેડિંગના બુકીઓ તથા નેટવર્ક ચલાવનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
દરોડા અંગે મળતી વિગતો મુજબ, પોલીસ ટીમે જ્યારે અચાનક દરોડો પાડ્યો ત્યારે બુકીઓ દ્વારા કમ્પ્યુટર અને સિસ્ટમમાંથી થયેલા ગેરકાયદે સોદાઓ અને કસ્ટમરના ડેટા ડિલિટ કરવાની કામગીરી ચાલુ હતી.
પરંતુ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સિસ્ટમ અને ડિજિટલ પુરાવાઓ પોતાના કબ્જે લઈ લીધા હતા. જ્યારે સોદાઓના વોટ્સએપ ચેટ પણ મળી આવ્યા છે.
બનાવની ઝડપાયેલા ૬ આરોપીઓ ઉપરાંત પોલીસ કર્મી સંજય રાઠોડ અને ૧૬ બ્રોકર સહિત ૨૩ સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.આ કેસની તપાસ જેતપુર પીઆઈ એ.ડી.પરમારને સોંપાઈ છે.બીજી તરફ સમગ્ર બનાવ સામે આવતા આઈજી નિર્લીપ્ત રાયે એએસઆઈ સંજય રાઠોડને સસ્પેન્ડ કરી દીધો છે. જયારે મોડી રાત્રે સંજયના પિતા સહિત ૬ આરોપીઓ જામીન પર મુકત થયા છે.જયારે ફરાર સંજય રાઠોડને ઝડપી લેવા જેતપુર પોલીસે શહેરમાં ૩ સ્થળે દરોડા કર્યા હતા.પરંતુ સસ્પેન્ડ પોલીસ કર્મી પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરે છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
