તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
ગોંડલમાં કૂકરની વરાળથી રસોઇયો શંકરલાલ દાઝી ગયો
સ્પીનીંગ મીલમાં બનાવઃ યુવાન રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૭: ગોડલમાં નાગડકા રોડ પર આવેલી સ્પનીંગ મીલની કેન્ટીનમાં રસોઇયા તરીકે નોકરી કરતો શંકરલાલ મનારામભાઇ ધરાશીયા (ઉ.વ.૨૧) કેન્ટીનમાં રસોઇ બનાવતો હતો ત્યારે કૂકરની વરાળથી મોઢાના ભાગે દાઝી જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખસેડાયો છે. આ યુવાન ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટો છે અને મુળ રાજસ્થાનનો વતની છે. અહિ મીલની કેન્ટીનમાં રસોઇયાની નોકરી કરે છે. કૂકરમાં સીટી વાગતી ન હોઇ ચેક કરવા ઢાંકણું ખોલવા જતાં વરાળ ઉડતાં દાઝી ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
